ઘણા વર્ષો ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ મુદ્દે વિવાદ હોવા છતાં દિવાળીના પ્રસંગે ભારત-પાકિસ્તાન સરહદ પર પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) અને પાકિસ્તાન રેન્જર્સે એકબીજાને મીઠાઈઓ ખવડાવી પરસ્પર દેશો વચ્ચેના ભ્રાતૃભાવનો સંદેશો આપ્યો હતો. બંને દેશોના સૈનિકો વચ્ચે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે.
બીએસએફના અધિકારીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારે બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સે જમ્મુ ક્ષેત્રની સીમા ઉપર રહેલી ચોકીઓમાં મીઠાઈઓનું આદાન-પ્રદાન કર્યું હતું. સાંબા, કછુઆ, આરએસપુરા અને અખ્તુર સેકટરમાં રહેલી ચોકીઓ ઉપર રહેલા બીએસએફ.ના જવાનો અને પાકિસ્તાનના રેન્જર્સ વચ્ચે મીઠાઈઓની વહેંચણી થઈ હતી.