દિવાળીની ઉજવણીના ભાગરૂપે રવિવાર 12 નવેમ્બર 2023એ lastminute.com લંડન આઇ રાત્રિના આકાશમાં રોશનીનો ઝગમગાટ ફેલાવશે. રવિવારે 16:00 વાગ્યાથી લંડન આઇ પરંપરાગત રંગોળીના રંગોથી પ્રેરિત ચમકતી લાઇટ્સ અને રંગબેરંગી પેટર્નની વિશિષ્ટ રોશનીથી લંડન સ્કાયલાઇનને પ્રકાશિત કરશે.
આ વિશેષ પ્રોગ્રામથી લંડનના હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયોની દિવાળીની ઉજવણીમાં આકર્ષણ વધશે. દિવાળી નવી શરૂઆત અને ભવિષ્યની આશાનો તહેવાર છે. તે અંધકારમાંથી પ્રકાશ અને અનિષ્ટ પર વિજયનું પ્રતિક છે.
lastminute.com લંડન આઈના જનરલ મેનેજર ઈમરાન તૌકીરે જણાવ્યું હતું કે અમને દિવાળીની ઉજવણીમાં હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયો સાથે જોડાતા આનંદ થાય છે. પ્રકાશના તહેવારની ઉજવણીમાં માત્ર લંડનના જ નહી પરંતુ સમગ્ર વિશ્વના હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયો સાથે જોડાવાની બાબત અદભૂત છે. અમે અમારા મહેમાનો, ટીમ તથા સમગ્ર લંડન અને તેની બહારના આ તમામને ખૂબ જ ખુશ અને સલામત દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ.