ભારતમાં સોમવાર, 20 ડિસેમ્બરે ઓમિક્રોન વેરિયન્ટના નવા 10 કેસ સાથે દેશમાં ઓમિક્રોન કેસોની સંખ્યા વધીને 171 થઈ હતી. સોમવારે દિલ્હીમાં 6 અને કેરળમાં 2 નવા ઓમિક્રોન કેસ નોંધાયા હતા. તેનાથી આ બંને ઓમિક્રોનની કેસોની સંખ્યા વધીને અનુક્રમે 28 અને 15 થઈ હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 54 કેસ નોંધાયા હતા અને ગુજરાતમાં 11 દર્દીઓ નોંધાયા હતા.
દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અુસાર ઓમિક્રોનના 12 દર્દીઓને અત્યાર સુધી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અગાઉ કર્ણાટકમાં નવા વેરિયન્ટને વધુ પાંચ કેસ નોંધાયા હતા. કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડો સુધાકરે જણાવ્યું હતું કે ધારવાડ, ભદ્રાવતી, ઉદુપી (2) અને મેંગલુરુમાં નવા કેસ નોંધાયા હતા.
કેન્દ્ર અને રાજ્ય સરકારનો અધિકારીઓના જણાવ્યા અનુસાર 20 ડિસેમ્બરસુધીમાં મહારાષ્ટ્રમાં 54, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 19, તેલંગણામાં 20, ગુજરાતમાં 11, કેરળમાં 15, આંધ્રપ્રદેશમાં એક, ચંદીગઢમાં એક, તમિલનાડુમાં 1 અને પશ્ચિમ બંગાળામાં ચાર કેસ નોંધાયા હતા.
દિલ્હીમાં 12 દર્દીઓ સાજા થઈ ગયા હતા અને 16 દર્દીઓની હજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દિલ્હીમાં ઓમિક્રોનના વધી રહેલા કેસના કારણે દિલ્હી સરકારે કેબિનેટની બેઠક બોલાવી હતી અને તેમાં ઓમિક્રોનના વધી રહેલા કેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીમાં કેટલાક પ્રતિબંધો લગાવવા માટે પણ સરકાર વિચારણા કરી રહી છે.દિલ્હીમાં કોરોનાના કેસ 29 જુન બાદ ફરી 100નો આંકડો પાર કરી ગયા હતા.