ફ્રાન્સના બિલોયોનેર ઓલિવિયર દાસોનું રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. ઓલિવયર દાસો ફ્રાન્સના સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સર્જ દાસોના સૌથી મોટા પુત્ર હતા. દાસો એવિયેશન જાણીતા રાફેલ યુદ્ધ વિમાનો બનાવે છે અને લી ફિગારો ન્યૂઝપેપરના માલિક છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દાસોને લઈને જતું ખાનગી હેલિકોપ્ટર નોર્મડીમાં રવિવારે બપોરે તૂટી પડ્યું હતું. અહીં તેઓ હોલિડે હોમ ધરાવતા હતા. આ દુર્ઘટનામાં પાઇલટનું પણ મોત થયું હતું.
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને 69 વર્ષના આ કન્ઝર્વેટિવ રાજકીય નેતાને શ્રદ્ધાંજલી આપી હતી. મેક્રોનને ટ્વીટર પર જણાવ્યું હતું કે ઓલિવિયર દાસો ફ્રાન્સને પ્રેમ કરતાં હતા. તેમનું આકસ્મિક મોત એક મોટી ખોટ છે.
દાસો 2002થી કન્વર્ઝેવિટ લેસ રિપબ્લિકન પાર્ટીના સાંસદ હતા. 2020ના ફોર્બ્સ લિસ્ટ મુજબ દાસો વિશ્વના 361માં ક્રમના સૌથી ધનિક હતા. તેમની સંપત્તિ 7.15 બિલિયન ડોલર હતી. રાજકીય ભૂમિકાને કારણે તેમણે દાસોના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું.