ઓલ્ડહામના કોલ્ડહર્સ્ટ વોર્ડમાં 6 મેના રોજ યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં હારેલા ઉમેદવાર મોન્તાઝ અલી આઝાદે 70 મતોથી જીતેલા અબ્દુલ જબ્બાર અને રિટર્નિંગ ઓફિસર સામે પરિણામ અંગે કરેલી ચેલેન્જ ફગાવી દેવાતા £50,000 કરતાં વધુ રકમ પરત કરવા હુકમ કરાયો છે.
હાલના કાઉન્સિલના ડેપ્યુટી લીડર જબ્બારની જીતથી વ્યથિત આઝાદ પરિણામ સામે પડકાર કરી હાઈકોર્ટમાં ગયા હતા. પરંતુ કૉર્ટ તે અરજી પર વિચાર કરે તે પહેલા તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.
ન્યાયાધીશ સેફમેને કાઉન્સિલર જબ્બારને £23,814 અને રિટર્નિંગ ઓફિસરને £28,713 મળી કુલ £52,527 તા. 14 જાન્યુઆરી, 2022ના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં ચૂકવવા ચૂકવવા આદેશ આપ્યો છે.