ભારત સરકાર દેશના દરેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ બનાવવાની યોજના ધરાવે છે. તેના માટે ૨૫૦ જિલ્લાને અલગ તારવવામાં આવ્યા છે. કેન્દ્ર આ જિલ્લાઓમાં સ્થાનિક NGOs સાથે જોડાણ કરશે એવી માહિતી સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે સોમવારે આપી હતી. સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન વિરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, “સરકાર દેશના દરેક જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાશ્રમ બનાવવાની યોજના ધરાવે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મંત્રાલય આવા વૃદ્ધાશ્રમ માટે સ્થાનિક NGOs સાથે જોડાણ કરી રહી છે.”
તેમણે જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકોને રોજગારી માટે સિનિયર એબલ સિટિઝન્સ ફોર રિ-એમ્પ્લોયમેન્ટ ઇન ડિગ્નીટી (SACRED) પોર્ટલ અને નવ સ્ટાર્ટ-અપ્સની નિમણૂક કરાઈ છે. આ આઇટી પ્લેટફોર્મ રોજગારી માટે ઇચ્છુક અને રોજગારી આપનારા લોકોને મેળવી આપે છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દેશભરમાં મોટા પાયે ઝુંબેશ ચાલી રહી છે.