અમેરિકાના કોમર્સ પ્રધાન જીના રેમોન્ડો અને ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ટોચના સ્તરના બિઝનેસ એક્ઝિક્યુટિવ્સને એકસાથે લાવવા અને બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યાપારી સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે યુએસ-ભારત CEO ફોરમની 10 નવેમ્બરે સત્તાવાર રીતે શરૂઆત કરી છે.
અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટના બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રસંગે ફોરમના પ્રાઇવેટ સેક્ટર કો-ચેરમેન જેમ્સ ટેક્લેટ (ચેરમેન, પ્રેસિડેન્ટ, અને સીઈઓ, લોકહીડ માર્ટિન કોર્પોરેશન) અને નટરાજન ચંદ્રશેકરન (ચેરમેન, ટાટા સન્સ), તેમજ યુએસ અને ભારતીય સીઈઓ સેક્શનના અન્ય સભ્યો પણ સામેલ હતા.
મીટિંગ દરમિયાન, રેમોન્ડો અને ગોયલે સભ્યો સાથે દ્વિપક્ષીય સંબંધો માટે તેમની પ્રાથમિકતાઓ શેર કરી હતી. ફોરમના સાત કાર્યકારી જૂથોમાંના દરેક લીડરે તેમના વ્યૂહાત્મક દૃષ્ટિકોણને રજૂ કર્યા હતા. કર્યા છે. રેમોન્ડો અને ગોયલે પણ 2023ની શરૂઆતમાં વ્યક્તિગત રીતે બેઠક યોજવાની તેમની ઇચ્છા જાહેર કરી હતી, તે ઉમેર્યું હતું.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનની ભારત મુલાકાત પહેલા યુએસ-ભારત સીઇઓ ફોરમનું લોન્ચિંગ થયું છે. યેલેન 11 નવેમ્બરે યુએસ-ભારત આર્થિક અને નાણાકીય ભાગીદારીની સમીટમાં ભાગ લેવા નવી દિલ્હી જશે.
2021-22માં અમેરિકા ચીનને પાછળ છોડીને ભારતનું ટોચનું વેપારી ભાગીદાર બન્યું છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને પ્રતિબિંબિત કરે છે.વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 2021-22માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2020-21ના USD 80.51 બિલિયનની સામે 119.42 બિલિયન ડોલર હતો.
અમેરિકામાં ભારતની નિકાસ 2021-22માં વધીને USD 76.11 અબજ થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં USD 51.62 બિલિયન હતી, જ્યારે આયાત વધીને USD 43.31 બિલિયન થઈ હતી, જે 2020-21માં લગભગ USD 29 બિલિયન હતી.
અમેરિકા એવા કેટલાક દેશોમાં સામેલ છે કે જેની સાથે ભારતની ટ્રેડ સરપ્લસ છે. 2021-22માં ભારતની યુએસ સાથે 32.8 અબજ ડોલરની ટ્રેડ સરપ્લસ હતી. નવી દિલ્હી અને વોશિંગ્ટન આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવામાં વ્યસ્ત હોવાથી આગામી વર્ષોમાં યુએસ સાથે દ્વિપક્ષીય વેપારમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ રહેશે તેવું વેપાર નિષ્ણાતોનું માનવું છે.