સ્કૂલ વોચડોગ ઑફસ્ટેડના અહેવાલ મુજબ ઇંગ્લેન્ડમાં ગત વર્ષે તપાસવામાં આવેલી મોટાભાગની આઉટસ્ટેન્ડીંગ શાળાઓને ડાઉનગ્રેડ કરવામાં આવી છે. તેમાંથી કેટલીક શાળાની 15 વર્ષથી તપાસ કરાઇ ન હતી અને ઘણી શાળાઓએ નવા હેડ ટીચર જેવા “નોંધપાત્ર પરિવર્તન” અનુભવ્યા હશે.
પરંતુ નેશનલ એજ્યુકેશન યુનિયન (NEU) એ કહ્યું છે કે ઓફસ્ટેડના તારણો “વારંવાર અવિશ્વસનીય” રહ્યા હતા. તો શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે મોટાભાગની શાળાઓ સારી અથવા આઉટસ્ટેન્ડીંગ રહી છે.
2012 અને 2020 ની વચ્ચે, આઉટસ્ટેન્ડીંગ શાળાઓની પુનઃવિચારણા ત્યારે જ કરવામાં આવી હતી જ્યારે કોઇ ચોક્કસ ચિંતા વ્યક્ત કરાઇ હતી.