હિલિંગ્ડન કાઉન્સિલ દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ, સગીર વયના બાળકોને દારૂ વેચતા પકડાયેલા વેસ્ટ લંડનના બે ઓફ લાયસન્સ દુકાનદારોને £3,404નો દંડ ફટકારવામાં આવ્યો છે.
કાઉન્સિલની ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ટીમના સાદા વસ્ત્રોમાં સજજ અધિકારીઓએ ઈસ્ટકોટના સેલિસબરી રોડ પર દુકાન ધરાવતા શ્રી ન્યૂઝના લાયસન્સ ધારક વિપુલભાઈ પટેલે 11 જુલાઈના રોજ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં થયેલી સુનાવણીમાં સગીર કિશોરને સેલ્સ આસીસ્ટન્ટ ઉમેશ પટેલે આલ્કોહોલ વેચ્યો હોવાનું કબૂલ્યું હતું. વિપુલભાઈ પટેલને £293નો દંડ, £117નો વિક્ટીમ સરચાર્જ અને £416.25નો પ્રોસિક્યુશન ખર્ચ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉમેશ પટેલને £440નો દંડ, £176નો સરચાર્જ અને £416.25નો પ્રોસિક્યુશન ખર્ચ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બીજા કેસમાં 11 જુલાઈના રોજ, હિલિંગ્ડન ન્યૂઝ એન્ડ બૂઝ, રાયફિલ્ડ એવન્યુ, હિલિંગ્ડનના લાઇસન્સ ધારક સદરુદ્દીન રૂપાણી અને શોપ આસીસ્ટન્ટ ફિલિપ ક્લાર્કે પોસ્ટ દ્વારા આરોપ સ્વીકારી લીધો હતો. રૂપાણીને £293નો દંડ, £34નો વિક્ટીમ સરચાર્જ અને £446નો પ્રોસિક્યુશન ખર્ચ તથા ક્લાર્કને £293નો દંડ, £34નો સરચાર્જ અને £446નો પ્રોસિક્યુશન ખર્ચ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કાઉન્સિલે 16 વર્ષના ગ્રાહકને 28 જૂનના રોજ દારૂ ખરીદવા મોકલતા બન્ને દુકાનદારોએ આઇડી જોયા વગર આલ્કોહોલિક ડ્રિંક્સ વેચ્યા હતા.