Odisha Health Minister shot dead
ઓડિશાના ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર પાસે રવિવારે ઓડિશાના આરોગ્ય પ્રધાન નબા દાસને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. (ANI ફોટો)

ઓડિશાના આરોગ્ય પ્રધાન નબા કિશોર દાસને એક પોલીસ જવાને જાહેર ગોળી મારી હતી અને પ્રધાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દાસ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાની કારમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ફરજ પર હાજર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરે તેમને ગોળી મારી હતી. તેમને બે ગોળી વાગી હતી. તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

આરોગ્ય પ્રધાન નબ કિશોર દાસને ઘાયલ અવસ્થામાં એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે હોસ્પિટલ જઈને પોતાની કેબિનેટના સાથી પ્રધાનની હાલત જાણી હતી. ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલના બુલિટનમાં જણાવાયું હતું કે આરોગ્યપ્રધાનને ડાબી બાજુમાં છાતીમાં ગોળી વાગવાને કારણે એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક ગોળી આરોગ્યપ્રધાન શરીરમાં ઘુસી હતી, જેનાથી હૃદય અને ફેંફસામાં ઈજા પહોંચી હતી અને મોટા પ્રમાણમાં અંદર લોહી પ્રસરી ગયું હતું.

આરોપી પોલીસ કર્મચારી ગોપાલ દાસ માનસિક બીમારીનો શિકાર હોવાનું માનવામાં આવે છે. તેની ધરપકડ કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતા.

LEAVE A REPLY