The Supreme Court's expert committee gave a clean chit to Adani Group
REUTERS/Amit Dave/File Photo

હિન્ડનબર્ગ રિસર્ચે આપેલો આંચકો ઓછો હોય તેમ હવે જ્યોર્જ સોરોસ દ્વારા ફંડેડ ઓર્ગેનાઇઝેશન OCCRPએ અદાણી ગ્રૂપ સામે વધુ ગંભીર આક્ષેપો કરાયાં હતાં. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP)એ ગુરુવારે આરોપ મૂક્યો હતો કે મોરેશિયસ સ્થિત “અપારદર્શક” ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સે અદાણી ગ્રૂપના શેરોમાં લાખ્ખો ડોલરનું રોકાણ કર્યું હતું. આ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ પ્રમોટર્સ ફેમિલીના કથિત ભાગીદારો છે. જોકે અદાણી ગ્રૂપે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

નવેસરના આરોપોથી 31 ઓગસ્ટ 2023ના રોજ ગ્રૂપના શેરોમાં કડાકો આવ્યો હતો અને ગ્રૂપના બજારમૂલ્યમાં આશરે રૂ.35,000 કરોડનો ફટકો પડ્યો હતો.

જ્યોર્જ સોરોસના ઓર્ગેનાઇઝેશને દાવો કર્યો હતો કે અદાણી જૂથમાં ગુપ્ત રીતે રોકાણ કરતી બે વ્યક્તિના ગાઢ સંબંધ અદાણી પરિવાર સાથે છે. બે વ્યક્તિએ અદાણીના શેરોમાં આટલા વર્ષો દરમિયાન કરોડો ડોલરનું ટ્રેડિંગ કર્યું છે. આ વ્યક્તિના નામ નાસીર અલી શબાન અલી અને ચાંગ ચુંગ લિંગ છે. આ બે વ્યક્તિ અદાણી પરિવાર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેમણે અદાણી જૂથની કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે અને તેઓ તેના શેરહોલ્ડર પણ છે. તેઓ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીની કંપનીઓ સાથે પણ સંકળાયેલા છે.

આ બે વ્યક્તિઓના વિદેશી એકમોએ અદાણી જૂથમાં વારંવાર સોદા કર્યા હતા. દર વખતે તેઓ નીચા ભાવે ખરીદતા અને ઉંચા ભાવે વેચતા જતા હતા. 2016માં અદાણી જૂથમાં તેમનું રોકાણ ટોચના સ્તરે પહોંચી ગયું હતું. તેમણે સૌથી વધુ રોકાણ અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ અને અદાણી ટ્રાન્સમિશનમાં કરેલું હતું.

આ આરોપો સામે અદાણી જૂથે વળતો જવાબ આપ્યો હતો. ગ્રૂપે જણાવ્યું હતું કે વિદેશી મીડિયાનો એક વર્ગ પાયાવગરના આરોપો કરી રહ્યો છે અને તેમાં સોરોસનું ફંડ ધરાવતા હિતધારકો સામેલ છે. અમારી સામે આરોપો કરીને નફો મેળવવાનો તેમનો હેતુ છે. તેઓ અમારા શેરના ભાવ પછાડવા પ્રયાસ કરે છે જેથી શોર્ટ સેલિંગ કરી શકે.

આ અહેવાલ બે વિદેશી અખબારો ધ ગાર્ડિયન અને ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં પણ છપાયો હતો. રીપોર્ટને ફગાવી દેતા અદાણી ગ્રૂપે જણાવ્યું હતુ કે તમામ રિસાઈકલ્ડ આરોપો છે જેને અગાઉ હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા પણ મુકવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY