ભારતના પ્રેસિડન્ટ દ્વોપદી મુર્મીએ સુરીનામમાં ઇન્ડિયન ડાયાસ્પોરા માટે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ (OCI) માટેના નિયમો હળવા કરવાની મંગળવાર, 6 જૂને જાહેરાત કરી હતી. હવે સુરિનામમાં મૂળ ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની છઠ્ઠી પેઢીને પણ આ કાર્ડ મળી શકશે. અગાઉ ચાર પેઢી સુધીની મર્યાદા હતી. ભારત અને સુરીનામ વચ્ચેના 150 વર્ષના દ્વિપક્ષીય સંબંધોની ઉજવણીના ભાગરૂપે આ જાહેરાત કરાઈ હતી.
પ્રેસિડન્ટે સુરીનામની રાજધાની પારામારિબોના ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર ખાતે એક ઇવેન્ટમાં આ જાહેરાત કરી હતી. સુરીનામમાં ભારતીયોના આગમનના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે એક સાંસ્કૃતિક યોજાયો હતો. તેમાં સુરીનામના પ્રેસિડન્ટ ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે હાજર રહ્યાં હતા.
પ્રેસિડન્ચ મુર્મુએ જણાવ્યું હતું કે “આજે, આ ઐતિહાસિક અવસર પર, મને આ મંચ પર જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે મારી સરકારે ઓવરસીઝ સિટીઝનશિપ ઑફ ઈન્ડિયા (OCI) કાર્ડ માટેના પાત્રતા માપદંડને ચોથી પેઢીથી છઠ્ઠી પેઢી સુધી લંબાવવાની મંજૂરી આપી છે.” તેમણે કહ્યું કે OCI કાર્ડને ભારત સાથેના તેમના 150 વર્ષ જૂના સંબંધોમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે જોઈ શકાય છે.તેમણે ભારતીય ડાયસ્પોરાના સભ્યોને વિનંતી કરી કે તેઓ ભારત સાથેના તેમના જોડાણને જાળવી રાખવા માટે પ્રયત્નો કરવાનું ચાલુ રાખે. અગાઉ, એવી મર્યાદા હતી કે ભારતમાંથી સુરીનામમાં સ્થળાંતર કરનારા સમુદાયના મૂળ વડવાઓની ચાર પેઢીઓને જ OCI જારી કરી શકાતા હતા. તેનાથી પાંચમી અને ત્યારપછીની પેઢીના ઘણા યુવા સભ્યો આ લાભથી વંચિત રહ્યા.
પ્રેસિન્ડ દ્રૌપદી મુર્મુને સુરીનામમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. મુર્મુને સુરીનામના પ્રેસિડન્ટ ચંદ્રિકાપ્રસાદ સંતોખી પાસેથી એવોર્ડ મળ્યો હતો. પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી, મુર્મુએ કહ્યું કે આ સન્માન ભારતભરના લોકો માટે મહત્વ ધરાવે છે. હું આ સન્માન ભારતીય-સુરીનામી સમુદાયની આવનારી પેઢીઓને પણ સમર્પિત કરું છું, જેમણે આપણા બંને દેશો વચ્ચેના સંબંધોને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”