ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો અને ચેરપર્સનની બેઠકોમાં અનામત ફાળવણી માટે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટીસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કર્યો હતો. જે અહેવાલના આધારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023 પસાર કરવામાં આવ્યું હતું. આથી સુપ્રીમ કોર્ટના નિર્દશન સંદર્ભે અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ૨૭ ટકા અનામત આપનાર ગુજરાત સમગ્ર દેશમાં ૪થું રાજ્ય બન્યું છે. આ બિલની જોગવાઈઓથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC-ST વર્ગોની એકપણ બેઠકમાં ઘટાડો થતો નથી તેમ રાજ્યના પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.