અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પ્રોમિસ્ડ લેન્ડ નામના જીવનસંસ્મરણ પુસ્તકમાં જણાવ્યું છે કે તેમના મનમા ભારત માટે એક વિશેષ સ્થાન છે. તેનું કારણ એ છે કે તેમણે ઇન્ડોનેશિયામા બાળપણના શરૂઆતના વર્ષોમા હિંદુ મહાકથાઓ રામાયણ અને મહાભારતની વાર્તા સાંભળી હતી.
પુસ્તકમાં ઓબામાએ જણાવ્યું છે કે આ ભારતના વિશાળ ભાગ દુનિયાની વસતીનો છઠ્ઠો ભાગ રહે છે. લગભગ 2000 અલગ-અલગ જાતિના સમુદાય છે અને 700થી વધારે ભાષાઓ બોલવામા આવે છે. તેઓ 2010મા પ્રેસિડન્ટ તરીકે ભારતના પ્રવાસ પહેલા ક્યારેય ભારત આવ્યા નહોતા, પરંતુ આ દેશ તેમના મનમાં એક વિશેષ સ્થાન ધરાવે છે.
ઓબામાએ કહ્યુ કે, એવું એટલા માટે છે કે મારા બાળપણનો એક ભાગ ઇન્ડોનેશિયામા રામાયણ અને મહાભારતના મહાકાવ્યો સાંભળીને પસાર થયો હતો. પૂર્વના દેશોના પ્રદેશના ધર્મોની મારી રૂચિને કારણે તેમજ કોલેજમા પાકિસ્તાન અને ભારતના દોસ્તોના ગ્રૂપને કારણે આ વિશેષ સ્થાન છે. આ ગ્રૂપે મને દાળ અને ખીમો ખાતા તેમજ બનાવતા શીખવ્યું અને બોલીવુડના ફિલ્મોમાં રસ જગાવ્યો હતો..
પ્રોમિસ્ડ લેન્ડમા ઓબામાએ 2008મા ચુંટણી અભિયાનને લઇને પહેલા કાર્યકાળના અંત સુધીની યાત્રાનું વર્ણન કર્યું છે. આ પુસ્તકનો પહેલો ભાગમા મંગળવારથી વિશ્વના બુકસ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
ઓબામાએ કહ્યું કે ભારત પ્રત્યે તેમના આકર્ષણનુ કારણ મહાત્મા ગાંધી છે. જેમનુ બ્રિટિશ શાસન પ્રત્યે સફળ અહિંસક આંદોલન બીજા તિરસ્કૃત, હાંશિયા પર પહોંચેલા સમૂહો માટે એક આશાનુ કિરણ બન્યા હતા.