અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બારાક ઓબામાએ બુધવારે હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ મૂક્યો હતો કે મહામારી સામે ટ્રમ્પ યોગ્ય કામગીરી કરી શક્યા નથી. ઓબામાએ ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ ઉમેદવાર જો બિડેનની તરફેણમાં મત આપવાની લોકોને અપીલ કરી હતી.
ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ બિડેન અને સેનેટર કમલા હેરિસની તરફેણમાં ચૂંટણી મેદાનમાં ઉતારતા ઓબામાએ ત્રણ નવેમ્બરની ચૂંટમીમાં ટ્રમ્પને હરાવીને બિડેન કમલા હેરિસની જોડીને વિજયી બનાવવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. પ્રથમ ચૂંટણીસભામાં ઓબામાએ જણાવ્યું હતું કે તેઓ અર્થતંત્ર અને કોરોના મહામારીનો સામનો કરવાની યોજના ધરાવે છે.
ટ્રમ્પ ચીનમાં ગુપ્ત રીતે બેન્ક એકાઉન્ટ ધરાવે છે તેવા અહેવાલનો ઉલ્લેખ કરતા ઓબામાએ જણાવ્યું હતું કે ટ્રમ્પ ચીનની બેન્કમાં ગુપ્ત બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું છે, તે કેવી રીતે શક્ય છે. હું ફરી ચૂંટણી લડી રહ્યો હોય અને મારે ચીનની બેન્કમાં ગુપ્ત એકાઉન્ટ હોય તો ટ્રમ્પે મને બેઇંજિંગ બેરી કહ્યો હોત.