Nurses in England, Wales and Northern Ireland will go on strike on Thursday
Nurses (Photo by Kirsty Wigglesworth-Pool/Getty Images)

દરમિયાન, નર્સિંગ હડતાલને ટાળવા માટે ગઈકાલે રાત્રે (તા. 12) થયેલી વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી અને યુનિયનના નેતાએ હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે પર ‘વિગ્રહ’નો આરોપ લગાવી પગાર અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં નર્સો હવે ગુરૂવારે તેમની હડતાલની કાર્યવાહીની શરૂઆત કરશે તેવું લાગે છે. બીજી તારીખ મંગળવારે નક્કી કરવામાં આવી છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગ (RCN)ના જનરલ સેક્રેટરી પેટ ક્યુલેને જણાવ્યું હતું કે સોમવારે તેમની વાતચીત છતાં નર્સોને ‘વધારાની પૈસો મળી રહ્યો નથી’.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી શ્રી હાર્પરે મંગળવારે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે ‘નર્સો 19 ટકા પગાર વધારો માંગે છે તે પોસાય તેમ નથી. મને નથી લાગતું કે તે વાજબી છે અને તે ફ્રન્ટલાઈન હેલ્થકેરમાંથી પૈસા લઈ જશે.’

હેલ્થ સેક્રેટરી વિલ ક્વિન્સે સ્વીકાર્યું હતું કે 21 અને 28 ડિસેમ્બરે એમ્બ્યુલન્સ હડતાલ દરમિયાન દર્દીઓનું પરિવહન કરવા માટે ટેક્સીઓનો ઉપયોગ કરી શકાય છે. ‘સંભવતઃ’ કેટેગરી એક અને બે કૉલ્સ ‘જ્યાં જીવને તાત્કાલિક ખતરો હોય તેનો જ જવાબ આપવામાં આવશે. અમે શ્રેણી ત્રણ અને કેટેગરી ચાર માટે વધારાની સહાય પૂરી પાડવા રીતો શોધી રહ્યા છીએ.

LEAVE A REPLY