રોયલ કોલેજ ઓફ નર્સિંગ (RCN) દ્વારા લગભગ 10,000 નર્સિંગ સ્ટાફના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિની એટલે કે અશ્વેત અને એશિયન NHS નર્સોને માળખાકીય જાતિવાદના કારણે પ્રમોશન માટે અવગણવામાં આવે છે. NHSમાં પ્રમોશન માટે અશ્વેત અને એશિયન સહકર્મીઓ કરતાં શ્વેત નર્સોની શક્યતા બમણી હોય છે એમ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું હતું. 35 થી 44 વર્ષની વયના લોકોમાં તફાવત સૌથી વધુ છે.
કૉલેજે સરકારને જાતિવાદનો સામનો કરવા માટે પગલાં લેવા હાકલ કરી હતી, જેમાં ભરતી, જાળવણી અને કારકિર્દીની પ્રગતિમાં અસમાનતાને દૂર કરવા માટેની કાનૂની જરૂરિયાતનો સમાવેશ થાય છે.
એનએચએસ ઈંગ્લેન્ડના પ્રવક્તાએ કહ્યું છે કે તે મહત્વનું છે કે વરિષ્ઠ ભૂમિકામાં પહેલા કરતાં વધુ લઘુમતી વંશીય નર્સો છે.