અમેરિકામાં કોરોના મહામારીમાં દર્દી માટે સતત કામ કરીને થાકી ગયેલી નર્સોએ નોકરીઓ છોડી દેતા હાલ હોસ્પિટલોમાં નર્સોની અછત ઉભી થતાં વિદેશથી નર્સોને બોલાવવા માટે તેમના માટે ખાસ વિઝા જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમ્યાન અમેરિકન નાગરિકોના સગાંઓને વિઝા આપવામાં ન હોઇ આ વણવપરાયેલા વિઝા હવે નર્સોને આપવામાં આવશે.
હાલ એકલા કેલિફોર્નિયામાં ૪૦,૦૦૦ નર્સોની જગ્યાઓ ખાલી છે. યુઅસની ઘણી હોસ્પિટલોમાં ફિલિપાઇન્સ, જમૈકા અને અન્ય ઇંગ્લીશ સ્પિકીંગ દેશોમાંથી નર્સો લાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં આ નાણાંકીય વર્ષ પુરૂ થાય તે પહેલા ૨,૮૦,૦૦૦ ગ્રીન કાર્ડ ઉપલબ્ધ છે તેનો લાભ નર્સોને મળી શકે તેમ છે.