સાઉથ વેસ્ટ લંડનના વિમ્બલ્ડનમાં આવેલી ઓલ-ગર્લ્સ પ્રિપેરેટરી સ્કૂલના ધ સ્ટડી ખાતે જુલાઈની એક સવારે ટી-પાર્ટી કરી રહેલા બાળકો પર શાળા કમ્પાઉન્ડની દિવાલ તોડી રમતના મેદાનમાં ઘુસી ગયેલી લેન્ડ રોવર કાર ફરી વળતા આઠ વર્ષની વિદ્યાર્થીનીઓ નુરિયા સજ્જાદ અને સેલેના લાઉનું મોત નિપજ્યું હતું. વ્હાલસોઇ દિકરીના અંતિમ ફોટોગ્રાફ શેર કરવા સાથે નુરિયાના માતા-પિતાએ તપાસમાં નિલંબ માટે મેટ પોલીસ પાસે જવાબ માંગ્યો છે.

આ અકસ્માતમાં અન્ય એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. મહિલા ડ્રાઈવરની જોખમી ડ્રાઈવિંગની શંકાના આધારે ધરપકડ કરાઇ હતી જેને જાન્યુઆરી સુધી જામીન આપવામાં આવ્યા હતા.

નુરિયાની માતા, સ્મેરા ચોહાણ (ઉ.વ. 47)ને આઠ તૂટેલી પાંસળી, કરોડરજ્જુમાં ફ્રેક્ચર, તૂટેલા ખભા અને તૂટેલી પેલ્વિસ સાથે ત્રણ સર્જિકલ ઓપરેશન કરાયા છે અને ચોથું આવતા મહિને કરવામાં આવશે. તેમના પતિ, સજ્જાદ બટ્ટ બચી ગયા હતા.

લગભગ છ મહિના પછી, પરિવાર આજે તેમની પુત્રીને શ્રદ્ધાંજલિ આપવા અને મેટ્રોપોલિટન પોલીસની તપાસમાં કથિત વિલંબ પર સવાલ ઉઠાવી રહ્યો છે. વિમ્બલ્ડનમાં રહેતું આ દંપતી તેમનો પરિવાર નાશ પામ્યો તે “અન્યાય” નો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

દંપતી એ જાણવા માટે મક્કમ છે કે તે દિવસે ખરેખર શું થયું હતું. જો કે પીણું અથવા ડ્રગ-ડ્રાઇવિંગની કોઈ શંકા હોવાનું માનવામાં આવતું નથી. નુરિયાના મૃત્યુની તપાસ શરૂ કરાયા બાદ મુલતવી રાખવામાં આવી છે.

મેટ પોલીસે કહ્યું હતું કે “સ્પેશિયાલિસ્ટ ડિટેક્ટીવ્સ તે દિવસના સંજોગો સ્થાપિત કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છે, જેમાં CCTVનું પૃથ્થકરણ, ફોરેન્સિક અથડામણ તપાસકર્તાઓના નિષ્ણાત રિપોર્ટની તપાસ કરાઇ રહી છે. પરંતુ અમે સંપૂર્ણ અને વ્યાપક તપાસ કરીએ છીએ જે સામેલ લોકો માટે યોગ્ય અને ન્યાયી છે.”

LEAVE A REPLY