(istockphoto.com)

અર્થતંત્રની સ્થિતિ અંગે ચિંતામાં વધારો થઈ રહ્યો હોવા છતાં ગુરુવાર, 14 ડિસેમ્બરે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ (BoE)એ પોલિસી રેટ્સ 5.25 ટકાના 15 વર્ષના ઊંચા સ્તરે યથાવત રાખ્યાં હતા.

આશરે બે વર્ષ સુધી વ્યાજદરમાં વધારા પછી ઓગસ્ટરથી વ્યાજદરો ઊંચા સ્તરે છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલીના જણાવ્યા અનુસાર, યુકેના વ્યાજદરમાં ક્યારે ઘટાડો થશે તે અંગે અનુમાન લગાવવું “ખૂબ વહેલું” છે.

વ્યાજદરમાં વધારાથી ફુગાવા સામેની લડાઈમાં મદદ મળી છે, પરંતુ ગ્રાહકોની ખર્ચમાં ઘટાડો થયો છે અને તેનાથી અર્થતંત્ર પર દબાણ આવ્યું છે. મોનેટરી પોલિસી કમિટીના નવમાંથી છ સભ્યોએ વ્યાજદર સ્થિર રાખાની તરફેણમાં મત આપ્યો હતો, જ્યારે ત્રણ સભ્યોએ વ્યાજદરમાં વધારો કરવાની તરફેણ કરી હતી.

બુધવારે અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઘટાડાનો સંકેત આપ્યો હતો, પરંતુ બેઇલીએ જણાવ્યું હતું કે યુકે માટે આવું અનુમાન કરવાનું શક્ય નથી. બેંકે ડિસેમ્બર 2021થી વધી રહેલા ફુગાવાને કાબુલમાં લેવા માટે 14 વખત વ્યાજ દરો વધાર્યા છે. યુકેમાં ફુગાવો ઘટીને 4.6% થયો છે, પરંતુ તે હજુ પણ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના 2% ટાર્ગેટ કરતાં ઊંચો છે.

 

LEAVE A REPLY