જીસીએચક્યુના ભાગ રૂપે નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર (NCSC)ના સાયબર સુરક્ષા નિષ્ણાતોએ યુકેની અગ્રેસર નવી શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સેવાની શરૂઆત કર્યા બાદ માત્ર બે અઠવાડિયામાં જ ઑનલાઇન કૌભાંડો માટે મોકલવામાં આવેલા 160,000 શંકાસ્પદ ઇમેઇલ્સ લોકોએ ફોરવર્ડ કર્યા હતા. જેને પગલે NCSC દ્વારા 300થી વધુ કૌભાંડી વેબસાઇટ્સ બંધ કરાવાઇ હતી.
મની સેવિંગએક્સપર્ટના માર્ટિન લુઇસ દ્વારા ટેકો અપાયા બાદ ફરિયાદ કરવાના બનાવોમાં 4 ગણો વધારો થયો હતો. કૌભાંડીઓ દ્વારા કોરોનાવાયરસની ટેસ્ટીંગ કિટ્સ અને ફેસ માસ્કની ઑફર કરી નાણાં પડાવવામાં આવે છે. ગયા અઠવાડિયે ધ માર્ટિન લુઇસ મની શોમાં આ બાબતે જાણ કરાયા બાદ એક જ દિવસમાં 10,000થી વધુ અતિરિક્ત ફરિયાદો કરાઇ હતી. મની સેવિંગએક્સપર્ટના ન્યૂઝલેટર અને સોશ્યલ મીડિયા ચેનલોમાં વધુ પ્રમોશનને પગલે હજારો ફરિયાદો થઇ હતી.
એનસીએસસીના ચીફ એક્ઝિક્યુટિવ સીઆરાન માર્ટિને કહ્યું હતુ કે ‘’આટલા ટૂંકા સમયગાળામાં અમે જે સંખ્યાબંધ કૌભાંડો દૂર કર્યા છે તે બતાવે છે કે લોકો લડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. NCSCને કૌભાંડીઓ દ્વારા કોરોનાવાયરસ ટેસ્ટીંગ કીટ્સ, ફેસ મેક્સ અને વેક્સીનના વેચાણ, ટીવી લાઇસન્સિંગ અને સરકારની વેબસાઇટ્સ હોય તેવો દેખાવ કરતી નકલી વેબસાઇટ્સ કૌભાંડ કરવા બનાવી હતી.
તમને જો કોઇ શંકાસ્પદ ઇમેઇલ તો તે ઇમેલને [email protected] ઉપર ફોરવર્ડ કરવા વિનંતી છે. આ સેવા લોકોને કૌભાંડોનો ભોગ બનવા સામે રક્ષણ કરશે અને કૌભાંડી વેબસાઇટ્સને બંધ કરી દેશે. શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસને લંડન પોલીસ સાથે મળીને બનાવાઇ છે.
કમાન્ડર કેરેન બેક્સ્ટર, સિટી ઓફ લંડન પોલીસ, નેશનલ લીડ ફોર્સ ફોર ફ્રોડ, એ કહ્યું હતુ કે “જ્યારે વિશ્વ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવા માટે એકસાથે આવી રહ્યું છે, ત્યારે ગુનેગારો આ અભૂતપૂર્વ સમયે આપણી અસ્વસ્થતા અને નબળાઈઓનો દુરૂપયોગ કરે છે.’’