બિનનિવાસી ભારતીયો (NRI)ના બેન્ક એકાઉન્ટમાં એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 દરમિયાન 5.95 બિલિયન ડોલરનો નાણાપ્રવાહ આવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં બમણા કરતાં વધુ હતો. ગયા વર્ષના આ ગાળામાં 2.7 બિલિયન ડોલરનો નાણાપ્રવાહ આવ્યો હતો.
ભારતીય રિઝર્વ બેન્કના ડેટા મુજબ જાન્યુઆરી 2023ના અંતે NRI ડિપોઝિટ વધી 136.81 બિલિયન ડોલર થઈ હતી, જે ડિસેમ્બર 2022માં 134.48 બિલિયન ડોલર હતી. માર્ચમાં આ ડિપોઝિટ 139.2 બિલિયન હતી. નવેમ્બર 2022માં તે 134.6 બિલિયન ડોલર હતી.
બેન્કર્સે જણાવ્યું હતું કે વ્યાજદરની મર્યાદાને હળવી કરવામાં આવી હોવાથી NRIના નાણાપ્રવાહમાં વધારો થયો છે. જોકે ફેસ્ટિવલ સિઝન દરમિયાન ખરીદી માટે આઉટફ્લો જોવા મળે છે. જુલાઇમાં આરબીઆઇએ NRI ડિપોઝિટમાં વધારો કરવા માટે પગલાં લીધા હતા. ફોરેન કરન્સી નોન- રેસિડન્ટ બેંક), અથવા FCNR(B) અને નોન રેસિડન્ટ એક્સટર્નલ (NRE) થાપણો પરના વ્યાજ દરોની મર્યાદાઓને હળવી કરી હતી.
વધુ વિશ્લેષણ દર્શાવે છે કે FCNR(B) થાપણો જાન્યુઆરી 2023માં $18.19 બિલિયન હતી, જે ડિસેમ્બર 2022માં $17.58 બિલિયન હતી. તે પણ એક વર્ષ અગાઉ $18.08 બિલિયનની સરખામણીમાં થોડી ઊંચી હતી.