કોમ્યુનિટી ફાર્મસીઓના કોવિડ વેક્સિનેટરોએ કોવિડ-19 સામે લોકોને રસી આપીને ઑટમ 2021 સુધી લગભગ 20,000 લોકોના જીવ બચાવ્યા છે, એમ નેશનલ ફાર્મસી એસોસિએશને 25 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના અહેવાલના આધારે જણાવ્યું હતું.
અહેવાલમાં જણાવાયું હતું કે ‘’કોમ્યુનિટી ફાર્મસીઓ અને GP એ કોવિડ-19 રસી આપવામાં અપેક્ષાઓ કરતાં વધુ પ્રદર્શન કર્યું હતું. તેમણે ઑક્ટોબરના અંત સુધીમાં પ્રારંભિક ધારણાના 56 ટકા સામે 71 ટકા જૅબ્સ આપી હતી.’’
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના આંકડાઓને અહેવાલમાં ટાંકવામાં આવ્યા હતા. તેમના પ્રોગ્રામે એકંદરે 24 સપ્ટેમ્બર સુધીમાં 128,000 મૃત્યુ અને 19 સપ્ટેમ્બર સુધીમાં 262,000 લોકોને હોસ્પિટલમાં દાખલ થતા અટકાવ્યા છે.
અહેવાલમાં જણાવાયું છે કે “રાષ્ટ્રીય અને સ્થાનિક ભાગીદારોએ ઝડપથી અનુકૂલન કરવાની ક્ષમતા દર્શાવી છે. GP અને કોમ્યુનિટી ફાર્મસીઓ દ્વારા પ્રત્યેક રસી માટે £24ની સરખામણીમાં સમર્પિત રસીકરણ કેન્દ્રો દ્વારા ડોઝ દીઠ £34 લેવાયા હતા.
NAO રિપોર્ટ પર ટિપ્પણી કરતા, NPA ના અધ્યક્ષ એન્ડ્રુ લેને કહ્યું હતું કે “કોવિડ-19 રસી કાર્યક્રમમાં કોમ્યુનિટી ફાર્મસીઓના યોગદાનને આવરી લેતા આ મહત્વપૂર્ણ અહેવાલ પર NAO સાથે કામ કરીતા અમને આનંદ થાય છે. ફાર્મસીઓ દ્વારા આપવામાં આવેલા રસીકરણોએ હજારો જીવન બચાવવામાં મદદ કરી છે, જે એક અવિશ્વસનીય સિદ્ધિ છે.”