ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ફ્રાન્સમાં પણ લોન્ચ કરાઈ છે. NPCIની આંતરરાષ્ટ્રીય શાખા NIPL અને લારા વચ્ચેના સહયોગ દ્વારા આ સિસ્ટમમાં પ્રારંભ થયો છે. લાયરા 11 દેશોમાં ઓનલાઇન અને પેમેન્ટ ક્ષેત્રમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવે છે.
UPI માટેના પ્રારંભિક એપ્લિકેશનમાં એફિલ ટાવરની મુલાકાત બુક કરાવવાનો સમાવેશ થાય છે. ભારતીય પ્રવાસીઓ મર્ચન્ટ વેબસાઇટ પર UPI-સંચાલિત એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકશે. એફિલ ટાવર ફ્રાન્સમાં UPI ચુકવણીઓ ઓફર કરનાર પ્રથમ મર્ચન્ટ છે. આ સેવા ટૂંક સમયમાં પ્રવાસન અને છૂટક વેચાણના અન્ય વેપારીઓ સુધી વિસ્તરશે તેનાથી ભારતીય પ્રવાસીઓ માટે ફ્રાન્સમાં તેમના રોકાણ દરમિયાન રિમોટલી હોટલ, મ્યુઝિયમ વિઝિટ વગેરે બુક કરવાનું સરળ બનશે.
NPCI અનુસાર એફિલ ટાવરની મુલાકાત લેતા આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓમાં ભારતીયો બીજા ક્રમે છે. જાન્યુઆરી 2024માં, UPI મારફત 1,220 કરોડથી વધુ વ્યવહારો નોંધ્યા હતા.
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ઔપચારિક રીતે પેરિસના એફિલ ટાવર ખાતે શુક્રવારે, ફેબ્રુઆરી 2 ના રોજ ભારતીય પ્રજાસત્તાક દિવસના સ્વાગત સમારોહમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ એ છે કે હવે પ્રતિષ્ઠિત સ્મારકની મુલાકાત લેનારા પ્રવાસીઓ ભારતની ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને તેમની ટ્રિપ્સ સરળતાથી બુક કરી શકે છે.