વિદ્યા બાલને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત રીતે જમાવ્યું છે. તેણે ઘણી યાદગાર ફિલ્મો આપી છે.જોકે, છેલ્લા ઘણાં સમયથી તે ફિલ્મોમાં જોવા મળી નથી.થોડા સમય અગાઉ તે ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં ‘ડર્ટી પિક્ચર’ જેવી યાદગાર ફિલ્મ આપી હતી. જેમાં તેની સાથે નસીરૂદ્દીન શાહ અને ઈમરાન હાશમી પણ હતા. શરૂઆતમાં તેની સામે વિરોધ પછી દર્શકોએ તે ફિલ્મને પસંદ કરી હતી.
હવે તે ફિલ્મની રીમેકની ચર્ચાઓ થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધ ડર્ટી પિક્ચરની રીમેક બનાવવા અંગે કથાનક પર કામ શરૂ થઈ ગયું છે, પરંત કહેવાય છે કે, તેમાં વિદ્યા બાલન જ જોવા મળશે તેની કોઇ ખાતરી જાણવા મળતી નથી. જોકે, આ ફિલ્મની રીમેક અંગે કોઇ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કહેવાય છે કે આ ફિલ્મ સિલ્ક સ્મિતાના યુવાનીના દિવસો પર આધારિત હોઈ શકે છે. ધ ડર્ટી પિક્ચરની સ્ટોરી જાણીતી અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત છે. જેમાં દર્શાવાયું હતું કે, કેવી રીતે એક ગ્રામીણ યુવતીઅભિનેત્રી બનવાના સપના સાથે ભાગીને ચેન્નઈ પહોંચે છે અને આગળ જતાં ફિલ્મ જગતમાં સિલ્ક બનીને રાજ કરે છે. જોકે, કહેવાય છે કે આ રીમેકની સ્ટોરી અલગ પણ હોઈ શકે છે. તેમાં વિદ્યાના સ્થાનેક્રિતિ સેનન અથવા તાપસી પન્નૂને ઓફર મળી શકે છે.