ટી-૨૦ વર્લ્ડ કપ પુરો થયા પછી ભારતીય ટીમના ૧૨ ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયાથી સીધા જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થઈ જશે. કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટર કોહલી સહિત સાત ખેલાડીઓ અલગ-અલગ ગ્રુપમાં સ્વદેશ પરત ફરશે. ભારત – ન્યૂ ઝીલેન્ડ શ્રેણી ૧૮મી નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બરે પુરી થશે.
ભારતે રોહિત અને કોહલીની સાથે સાથે મોહમ્મદ શમી, કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક, આર. અશ્વિન અને અક્ષર પટેલ સ્વદેશ પરત ફરશે. ભારતીય ટીમના સૂત્રો જણાવે છે કે, જે ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાના છે, તેઓ અલગ-અલગ જુથમાં પાછા ફરવાના છે.
ઓસ્ટ્રેલિયાથી સીધા જ ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે જનારા ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, ઋષભ પંત (વિ.કી.), હાર્દિક પંડયા, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંઘ, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, મોહમદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ થાય છે. આ પ્રવાસમાં ભારત ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે રમશે.
ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની ટી-૨૦ ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ કેપ્ટન, વિ.કી.), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિ.કી.), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંઘ, હર્ષલ પટેલ, મોહમદ સિરાજ, ભૂવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.
ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની વન-ડે ટીમ: શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ કેપ્ટન, વિ.કી.), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિ.કી.), વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, શાહબાઝ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંઘ, દીપક ચાહર, કુલદીપ સેન અને ઉમરાન મલિક.
કોચ રાહુલ દ્રવિડને પણ ન્યૂ ઝીલેન્ડના પ્રવાસમાં આરામ અપાયો છે, તેના સ્થાને વીવીએસ લક્ષ્મણ હેડ કોચ રહેશે.