ANI_20221218008
બોલિવૂડમાં નવા ડોનની એન્ટ્રીથી સૌ કૌઈ સ્તબ્ધ છે, કારણ કે નવા ડોન તરીકે હવે રણવીરસિંહની પસંદગી થઇ છે. ફરહાન અખતરે ‘ડોન’ ફ્રેન્ચાઈઝીની ‘ડોન-3’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. વધુમાં નિર્માતાએ ‘ડોન 3’ના ઓફિશિયલી ટાઈટલ એનાઉન્સમેન્ટનો વીડિયો રિલીઝ પણ કર્યો છે.
જેમાં રણવીરસિંહ જોરદાર લુકમાં દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત ‘ડોન-3’ નો સંવાદો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ સંવાદ આ પ્રમાણે છે, ‘શેર, જો સો રહા હૈ, વો જાગેગા કબ ? પૂછતે હૈ યે સબ, ઉનસે કહ દો, ફિર જાગ ઉઠા હું મેં, ફિર સામને જલ્દ આને કો, ક્યા હૈ તાકાત મેરી, ક્યા હૈ હિંમત મેરી, ફિર દિખાને કો, મોત સે ખેલના જિંદગી હૈ મેરી, જીતના હી મેરા કામ હૈ, તુમ તો હો જાનતે, જો મેરા બાપ હૈ. ગ્યારહ મુલ્કોં કી પુલિસ ઢૂંઢતી હૈ મુજે, મગર પકડ પાયે હૈ કોન… મેં હું ડોન…’
જોકે, હવે એ જોવું રહ્યું કે, શાહરુખ ખાનનો વિકલ્પ સફળ થશે કે કેમ? બીજી તરફ આ ફિલ્મમાં ડોનની પ્રેમિકા રોમાનું પાત્ર કોણ ભજવશે તેની ચર્ચા થઇ રહી છે. અગાઉ કિયારા અડવાણીનું નામ ચર્ચામાં હતું. પરંતુ અત્યારે ક્રિતી સેનનની રિતેશ સિધવાની સાથેની મુલાકાતનો વીડિયો વાયરલ થતાં હવે તેનું નામ ચર્ચામાં છે.
રિતેશ સિધવાનીએ ડોનની ફ્રેન્ચાઇઝીનું નિર્માણ કર્યું છે. જોકે હજી સુધી આ ફિલ્મ માટે અભિનેત્રીના નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફરહાન અખ્તરે પણ સ્પષ્ટતા કરી હતી કે, હજી સુધી ડોન ૩ની હિરોઇન અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. તેણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, યોગ્ય સમયે અભિનેત્રીનું નામ જાહેર કરાશે.

LEAVE A REPLY