વીતેલા જમાનાની અભિનેત્રી આયેશા ઝુલ્કા ઘણા સમયથી ગ્લેમર જગતથી દૂર હતી. પણ વર્ષો પછી તેણે સ્ક્રીન પર પુનરાગમન કર્યું છે. 2022માં આવેલી વેબ સીરિઝ ‘હુશ હાથ’થી તેણે ઓટીટી પર પદાર્પણ કર્યું છે. આગળ પણ તે બીજા ઘણા પ્રોજેક્ટ કરવાની ઇચ્છા ધરાવે છે. આયેશા ઝુલ્કાએ સલમાન ખાન, આમિર ખાન, અક્ષયકુમાર જેવા કલાકારો સાથે અભિનય કર્યો છે.
આયેશાનું કહેવું છે કે, મને હંમેશાં એવું લાગતું રહ્યું છે કે, એક કલાકાર તરીકે મારી પ્રતિભાઓ દર્શાવવાની તક મળી નથી. જોકે, વર્તમાનમાં એ જોઇને સારું લાગ્યું કે દિગ્દર્શક મારી જૂની છબીને આજની આયેશા સાથે જોડી રહ્યા છે. એક સમય હતો જ્યારે સુંદર ચહેરો અને સારા ડાન્સને જ વધારે મહત્વ અપાતું હતું. પણ હવે તેવું નથી રહ્યું. હવે લુક્સ કરતાં પરફોર્મન્સ પર વધારે ધ્યાન આપવામાં આવે છે અને એ જાણીને હું ખૂબ ખુશ છું. અત્યારે અદભુત કન્ટેન્ટ બની રહ્યા છે. જાતને નસીબદાર માનું છું કે, આ તબક્કામાં મને કામ કરવાની તક મળી રહી છે. અગાઉ થોડી ફિલ્મો કરીને આયેશા ઝુલ્કાએ મનોરંજન જગતથી અંતર બનાવી લીધું હતું. પણ હવે એક નવી ઊર્જા સાથે તે કમબેક કરવા માટે તૈયાર છે.