પશ્ચિમ બંગાળની વિશ્વ ભારતી યુનિવર્સિટીએ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને 15 દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ આપી હતી. તેમણે 5662 ચોરસવાર જમીન 6 મે સુધીમાં અથવા 19 એપ્રિલના રોજ જારી કરાયેલા અંતિમ આદેશથી 15 દિવસની અંદર ખાલી કરી પડશે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે જો નિર્ધારિત સમય સુધીમાં જમીન ખાલી કરવામાં નહીં આવે તો તેમને બળજબરીથી ખસેડી દેવામાં આવશે.
યુનિવર્સિટીનો દાવો છે કે સેને તેની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. ભારત સરકારની સલાહ અને ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના અહેવાલ મુજબ, સદીઓ જૂની કેન્દ્રીય સંસ્થાને અતિક્રમણ પર નિયંત્રણ મેળવવા અને મંત્રાલયને અહેવાલ સુપરત કરવાની તાતી જરૂરિયાત છે. અમર્ત્ય સેનને 1.38-એકર જમીનનો 13 દશાંશ વિસ્તાર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે જેમાં તેમનું પૈતૃક નિવાસ પ્રતિચી સ્થિત છે, જે શાંતિનિકેતન હેઠળ આવે છે. અગાઉ વિશ્વ ભારતીએ અમર્ત્ય સેનની જૂન સુધીનો સમય આપવાની રજૂઆતને ફગાવી દીધી હતી. અમર્ત્ય સેન હાલમાં વિદેશમાં છે અને જૂનમાં સ્વદેશ પરત ફરશે. અમર્ત્ય સેન પાસે વિશ્વભારતી યુનિવર્સિટી કેમ્પસમાં 1.38 એકર જમીનનો પ્લોટ છે. તેના પર તેમનું ઘર પણ બનેલું છે, જેનું નામ પ્રતિચી છે. યુનિવર્સિટી મેનેજમેન્ટનું કહેવું છે કે સેન પાસે માત્ર 1.25 એકર જમીનનો માલિકી હક્ક છે. બાકીની જમીન ગેરકાયદેસર કબજામાં છે, તેથી તેઓએ આ જમીન પરત કરવી જોઈએ.