જાણીતા સાહિત્યકાર ધીરુબેન પટેલનું શુક્રવારે અમદાવાદ ખાતે 97 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વડોદરાનાં વતની હતા. ગુજરાતી સર્જક તરીકે તેમણે નવલિકા, નવલકથા, બાળસાહિત્ય અને કાવ્યોના રૂપે મૂલ્યવાન કૃતિઓ આપી છે. ફિલ્મ સર્જક કેતન મહેતાએ ધીરુબેનની વાર્તા પરથી ‘ભવની ભવાઈ’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી, જેની વિશ્વ સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી. ધીરુબેન પટેલને વર્ષ 1980માં રણજિતરામ સુર્વણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1981માં તેમને મુન્શી સુવર્ણ ચંદ્રકથી અને વર્ષ 2002માં સાહિત્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.