અમેરિકાના ટોચના ડેમોક્રેટીક સેનેટર માર્ક વોર્નરે ભારતમાં બે વર્ષથી અમેરિકાના રાજદૂત નહીં હવાની વાતને ભોંઠપરૂપ ગણાવી હતી. ગુ્પ્તચર મામલે સેને ટની સિલેક્ટ કમિટીના અધ્યક્ષ વોર્નરે જણાવ્યું હતું કે, ભારત સાથે વિશ્વમાં બહુમૂલ્ય દ્વિપક્ષી સંબંધોમાં જ રાજદૂત નીમી શકાયા ના હોય તે સ્થિતિ ભોંઠપભરી છે.
પ્રેસિડેન્ટ બાઇડેને જુલાઇ, 2022 લોસ એન્જેસલના ભૂતપૂર્વ મેયર ગાર્સેટીને ભારત ખાતેના રાજદૂત તરીકે નોમીનેટ કર્યા હતા પરંતુ સેનેટમાં શાસક ડેમોક્રેટીક પાર્ટી પાસે પર્યાપ્ત બહુમતિ નહીં હોવાની ગાર્સેટીનું નોમિનેશન સેનેટમાં રજૂ કરાયું નથી. વોર્નરે જણાવ્યું હતું કે જો ગાર્સેટીના નોમીનેશન માટે પર્યાપ્ત મત ના મળતા હોય તો બીજા યોગ્ય ઉમેદવારનું નામ આગળ ધરાવું જોઇએ. ગત સપ્તાહે ભારતની મુલાકાત લેનાર યુએસ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળના સભ્ય વોર્નરે જણાવ્યું હતું કે, મહત્વના સમયે અમેરિકી રાજદૂતની ગેરહાજરીનો પ્રશ્ન ભારતમાં પણ ઉઠ્યો હતો. વોર્નરે જણાવ્યું હતું કે, હાલમાં કાર્યકારી ચાર્જ દ અફેર્સ સારી કામગીરી બજાવી રહ્યા છે.
ગાર્સેટીના મેયરપદ દરમિયાન તેમના કેટલાક સ્ટાફ મેમ્બરના જાતિય ગેરવર્તનના કારણે ગાર્સેટીના નોમિનેશન સામે રીપબ્લિકનો ઉપરાંત કેટલાક ડેમોક્રેટ્સે પણ વાંધો ઉઠાવતા – છેલ્લી કોંગ્રેસમાં ગાર્સેટીના નોમિનેશને સમર્થન ના મળ્યા પછી પ્રેસિડેન્ટ બાઇડેને ગાર્સેટીને પુનઃ નોંમિનેટ કર્યા હતા. સેનેટની વિદેશી બાબતની સમિતિના અધ્યક્ષ મેન્ડેઝે 28મી ફેબ્રુઆરીએ મતદાન ઠરાવ્યું હતું પરંતુ રીપબ્લિકન સેનેટર રૂબિયોએ મતદાન અટકાવ્યા પછી આઠમી માર્ચ સુધી મતદાન મુલત્વી રખાયું છે.