Not a single Indian company is included in the world's most punctual airlines

એવિએશન ઇન્ડસ્ટ્રીનું વિશ્લેષણ કરતી ફર્મ-સિરિયમ, સીએનએનના નવા રીપોર્ટમાં ગત વર્ષની વિશ્વની સૌથી સમયબદ્ધ એરલાઇન્સની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતની એક પણ કંપનીનો સમાવેશ થતો નથી, જ્યારે સાઉથ અમેરિકન એરલાઇન્સ-અઝુલ બ્રાઝિલિયનને વિશ્વની સૌથી સમયબદ્ધ એરલાઇન્સ જાહેર કરવામાં આવી છે. આ એરલાઇને 2022માં 280,000 ફ્લાઇટસનું સંચાલન કર્યું હતું. તેની 88.93 ટકા ફ્લાઇટ્સનું નિયત સમયના 15 મિનિટમાં આગમન થયું હતું.

ચિલીની લાટમ એરલાઇન્સે 450,000 ફ્લાઇટ્સનું સંચાલનમાં 86.31 ટકા સમય પાલન કરીને યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે, જ્યારે કોલંબિયાની એવિઆન્કા 145,000 ફ્લાઇટ્સનું સંચાલન કરીને 83.48 ટકા સમય પાલન કરીને છઠ્ઠા ક્રમે હતી.

ડેલ્ટા એરલાઇન્સને તેની વૈશ્વિક કામગીરી માટે સતત બીજા વર્ષે સિરિયમ પ્લેટિનમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એરલાઇન્સે એક મિલિયનથી વધુ ફ્લાઇટ્સનું સંચાલન 83.63 ટકા સમય પાલન સાથે કર્યું હતું. જ્યારે યુનાઇટેડ એરલાઇન્સને આઠમો અને અમેરિકન એરલાઇન્સને યાદીમાં 10મો ક્રમ મળ્યો હતો. સમય પાલનમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ 10 એરપોર્ટ્સમાં છ અમેરિકામાં છે.

સૌથી શ્રેષ્ઠ સમયપાલન કરતી 10 એરલાઇન્સની યાદીમાં અઝુલ બ્રાઝિલિયન એરલાઇન્સ, ઓલ નિપ્પોન એરલાઇન્સ, જાપાન એરલાઇન્સ, લાટમ એરલાઇન્સ, ડેલ્ટા એરલાઇન્સ, એવિઆન્કા એસ.એ, એમિરેટ્સ, યુનાઇટેડ એરલાઇન્સ, કતાર એરવેઝ અને અમેરિકન એરલાઇન્સનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY