નોર્ધર્ન ઇંગ્લેન્ડના વિવિધ શહેરોમાં કોરોનાવાયરસના ચેપનો દર લંડન અને સાઉથ ઇંગ્લેન્ડના શહેરો કરતાં પણ ડઝન ગણો વધારે છે અને આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ નવા લૉકડાઉનને ટાળવા માટે નોર્ધન ઇંગ્લેન્ડની કાઉન્સિલો લડત લડી રહી છે.
મંગળવારે લેસ્ટરમાં લોકડાઉન કડક કર્યા પછી પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)એ જણાવ્યું હતું કે મોબાઇલ ટેસ્ટ યુનિટને યોર્કશાયરમાં લોકોને વધુ ચેપ લાગ્યો હોવાનું જણાય છે. ગ્રેટર માન્ચેસ્ટરમાં પણ સ્તર ઉંચુ હોવાનું માનવામાં આવે છે. જોકે અધિકારીઓએ વધુ સ્થાનિક લોકડાઉન થવાનો ભય નકાર્યો હતો.
હેલ્થ એજન્સીના તા. 1ના આંકડા મુજબ ગયા અઠવાડિયે લેસ્ટરમાં 100,000 લોકો દીઠ કોરોનાવાયરસના 140 કેસ હતા. પરંતુ સિટી ઑફ લંડન, કોર્નવૉલ અને ગ્લોસ્ટરશાયર સહિતની 11 કાઉન્સિલોમાં આ દર 100,000 લોકો દીઠ એક કરતા પણ ઓછો હતો. બ્રેડફર્ડનો ક્રમ બીજો છે અને સૌથી વધુ 70 કેસ, બાર્ન્સલીમાં 55 કેસ, રોશડેલમાં 54 અને બેડફર્ડમાં 42 કેસ હતા. ઓલ્ડહામ, રોધરહામ, ટેમીસાઇડ, બ્લેકબર્ન અને કર્કલીઝમાં આ 30થી વધુ કેસ છે.
ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહમે કહ્યું હતું કે ‘’તેઓ વધુ લોકડાઉન ટાળવા માટે સખત મહેનત કરે છે.’’ PHE એ લેસ્ટર અંગેના અહેવાલમાં કાઢેલા તારણ મુજબ “બાળકો અને કામકાજ કરતા લોકોમાં નવા ચેપની સંખ્યા મેના અંતથી વધી રહી છે. ખાસ કરીને 19 વર્ષથી ઓછી વયના લોકોની સંખ્યામાં પણ વાયરસનો વધારો નોંધવામાં આવ્યો છે.’’