ફિઝિક્સ અંગેની નોબેલ કમિટીના સભ્ય ડેવિડ હેવિલેન્ડ અને રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સના ગોરેન હેન્સન સ્ક્રીન પર રજૂ થયેલા ફિઝિક્સ માટેના 2020 નોબેલ પ્રાઇસના વિજેતાની જાહેરાત કરી હતી. નોબેલા પ્રાઇઝના વિજેતામાં રોજર પેનરોઝ, રિનહાર્ડ ગેન્જેલ અને એન્ડ્રી ગેઝનો સમાવેશ થાય છે. (TT News Agency/Fredrik Sandberg via REUTERS)

બ્લેક હોલ અંગેના સંસોધન માટે ત્રણ વિજ્ઞાનીઓને ફિઝિક્સ માટેના નોબેલ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટનના રોજર પેનરોઝ, જર્મનીના રિનહાર્ડ ગેન્જેલ અને અમેરિકાના એન્ડ્રી ગેઝને આ પુરસ્કારની આપવામાં આવશે. બ્રિટનના પેનરોઝ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડમાં પ્રોફેસર છે.

પુરસ્કાર રાશિ મળશે તેના બે અડધા અડધા ભાગ કરવામાં આવશે. જેમાંથી અડધો ભાગ રોજર પેનરોઝને મળશે જ્યારે બાકીના અડધો ભાગ રિનહાર્ડ ગેન્જેલ અને અમેરિકાના એન્ડ્રી ગેઝને આપવામાં આવશે.

રૉજર પેનરોજને તેના બેલ્ક હોલ અંગેના સંશોધન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે બ્લેક હોલ ફોર્મેશન વડે જનરલ થિયરી ઓફ રિલિટિવિટી અંગેનું અનુમાન લગાવી શકાય છે. તો રેનહાર્ડ ગેંજેલ અને એંડ્રિયા ગેજને આપણી ગેલેક્સીના કેન્દ્રમાં રહેલા વિશાળ દ્રવ્યમાનના કોમ્પૈક્ટ ઓબજેક્ટની શોધ કરી હતી.