અમેરિકન કવિયત્રી લુઈસ ગ્લુક વર્ષ 2020ના સાહિત્યનો નોબલ પુરસ્કાર જીત્યો છે. ગુરુવારે સ્વીડિશ એકેડમીએ પુરસ્કારની જાહેરાત કરતા જણાવ્યું કે તેમના અનોખા કાવ્યાત્મક સ્વર સાથે સરળ સુંદરતા વ્યક્તિના અસ્તિત્વને વૈશ્વિક બનાવે છે. લુઈસ યેલ યૂનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર છે.
આ પુરસ્કારથી 77 વર્ષીય લુઇસને આશ્ચર્ય અને ખુશી થઈ હતી. તેમનો જન્મ 1943માં ન્યૂયોર્કમાં થયો હતો. તેઓ મેસેચ્યુસેટ્સના કેમ્બ્રિજમાં રહે છે. તેના લેખન સિવાય તે કનેક્ટિકટની ન્યૂ હેવનની યેલ યુનિવર્સિટીમાં અંગ્રેજીનાં પ્રોફેસર છે. તેમણે 1968માં ફર્સ્ટબોર્ન સાથે લેખનની શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં અમેરિકન સમકાલીન સાહિત્યના સૌથી પ્રખ્યાત કવિ તરીકે પ્રશંસા થઈ હતી. તેને પુલિત્ઝર પ્રાઇઝ (1993) અને નેશનલ બુક એવોર્ડ (2014) જેવા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. વર્ષ 2019માં સાહિત્યનો નોબલ ઓસ્ટ્રિયાઈ મૂળના લેખક પીટર હૈંડકાને આપવામાં આવ્યો હતો. તેમને આ પુરસ્કાર ઈનોવેટિવ લેખન અને ભાષામાં નવીનતમ પ્રયોગો માટે આપવામાં આવ્યો હતો.