FILE PHOTO- RBI headquarters in Mumbai

જો બ્રિક્સ દેશો વૈશ્વિક વેપારમાં ડોલરનો ઉપયોગ બંધ કરશે તો તેમના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે તેવી અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી સંબંધિત એક પ્રશ્નના જવાબમાં શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વિદેશ વેપાર માટે ડોલરનો ઉપયોગ બંધ કરવાની ભારતની કોઇ યોજના નથી. દેશ બીજા માધ્યમો મારફત વેપાર પરના જોખમમાં ઘટાડો કરવાની વિચારણા કરી રહ્યું છે.

ડોલરનો ઉપયોગ ઘટાડવાના કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.બ્રિક્સ દેશોના એકસમાન ચલણ અંગે તેમણે કહ્યું હતું કે બ્રિક્સના એક સભ્ય દેશે આવો આઇડિયા આપ્યો છે. પરંતુ તેના પર કોઇ પ્રગતિ થઈ નથી. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY