એક મહત્વપૂર્ણ ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે બુધવારે ગૌતમ અદાણી-હિંડનબર્ગ રીસર્ચ વિવાદમાં વિશેષ તપાસ ટીમ (SIT) અથવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આનાથી અદાણી ગ્રૂપને મોટી રાહત થઈ હતી.
સર્વોચ્ચ અદાલતે એસટીઆઇ કે સીબીઆઇની જગ્યાએ બજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને અદાણી જૂથની કંપનીઓ દ્વારા કથિત ઉલ્લંઘનના બાકીના બે કેસોની તપાસ ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે ખાસ કરીને હિન્ડબર્ગના રીપોર્ટની પ્રમાણભૂતતા અને સેબીના કાર્યક્ષેત્રની ચકાસણી કર્યા પછી આ નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જ્યોર્જ સોરોસ-લિંક્ડ OCCRP રિપોર્ટ અને અદાણી જૂથ દ્વારા કથિત સ્ટોક મેનિપ્યુલેશન્સ અંગેના હિન્ડેનબર્ગ રિપોર્ટની વિશ્વસનીયતા અંગે શંકા કરી હતી અને જણાવ્યું હતું કે આ અહેવાલોને સ્વતંત્ર રીતે ચકાસી શકાય નહીં અને તેને અધિકૃત માહિતી તરીકે ગણી શકાય નહીં.
અદાણી ગ્રૂપને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે OCCRPને રીપોર્ટને હિન્ડનબર્બ ગેસમાં સેબીની તપાસ અંગે આશંકા કરી શકાય નહીં.
સેબીએ યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપો સાથે જોડાયેલા 24 કેસમાંથી 22 કેસની તપાસ કરી છે. સુપ્રીમ કોર્ટે સેબીને બાકીના બે કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે સરકાર અને સેબીને આદેશ આપ્યો છે કે હિન્ડબર્ગે બજારમાં શોર્ટ સેલિંગ કરતી વખતે નિયમોનો ભંગ કર્યો હતો કે નહીં તેની તપાસ કરવામાં આવે. કોર્ટે જણાવ્યું હતું કે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP) રિપોર્ટ પરની નિર્ભરતા નકારી કાઢવામાં આવે છે અને કોઈપણ ચકાસણી વિના ત્રાહિત સંસ્થાના અહેવાલને પુરાવા ગણી શકાય નહીં. આ કેસમાં તપાસ સેબી પાસેથી ટ્રાન્સફર કરવા માટે કોઈ આધાર નથી.
સત્યમેવ જયતેઃ ગૌતમ અદાણી
હિન્ડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાતા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે સત્યમેવ જયતે. માનનીય સર્વોચ્ચ અદાલતનો ચુકાદો દર્શાવે છે કે: સત્યનો વિજય થયો છે. સત્યમેવ જયતે. જેઓ અમારી પડખે ઊભા રહ્યા તેમનો હું આભારી છું. ભારતની વિકાસ ગાથામાં અમારું નમ્ર યોગદાન ચાલુ રહેશે. જય હિન્દ.”