ટ્રાફિક સિગ્નલ અને ગરમ મસાલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ નીતુ ચંદ્રાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે એક બિઝનેસમેને તેને ‘સેલરીવાળી પત્ની’ બનવાની ઓફર કરી હતી. દર મહિને રૂ.25 લાખ બદલ નીતુને પોતાની પત્ની બનવાની ઓફર કરી હતી. નીતુ ચંદ્રાએ આ જ ઈન્ટરવ્યૂમાં એક ઓડિશનનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને તરત જ રિજેક્ટ કરી હતી.
નીતુ ચંદ્રા છેલ્લે 2017માં તે બે તમિળ ફિલ્મોમાં જોવા મળી હતી. નીતુએ તાજેતરમાં જ ‘નેવર બેક ડાઉન: રિવોટ’ ફિલ્મથી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં બોલિવુડ હંગામાને આપેલા ઈન્ટરવ્યૂમાં નીતુ ચંદ્રાએ પોતાના મુશ્કેલ સમયને યાદ કર્યો હતો. તેણે કહ્યું, “મારી વાર્તા એક સફળ કલાકારની નિષ્ફળતાની કહાની છે. મેં 13 નેશનલ અવોર્ડ વિજેતા લોકો સાથે કામ કર્યું છે અને મોટી-મોટી ફિલ્મોમાં દેખાઈ છું, છતાં આજે મારી પાસે કામ નથી. મને એક મોટા બિઝનેસમેને ઓફર આપી હતી કે તે મને માસિક 25 લાખ રૂપિયા આપશે અને બદલામાં મારે તેની સેલરીડ વાઈફ બનવું પડશે. મારી પાસે ના તો રૂપિયા છે ના તો કામ. મને હવે બીક લાગવા માંડી છે. આટલું કામ કર્યા પછી પણ મને લાગે છે કે કોઈને મારી જરૂર નથી.