JD-Uના વડા નીતિશ કુમારે રવિવારે પટનામાં 9મી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ વખતે તેમણે ભાજપના વડપણ હેઠળના એનડીએ ગઠબંધન સાથે નવી સરકારની રચના કરી છે. (ANI Photo)

બિહારમાં જેડીયુ નેતા નીતિશ કુમારે રવિવારે ફરી એકવાર પલ્ટી મારીને નવી સરકારની રચના કરી હતી. લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડીને નીતિશ કુમારે હવે ભાજપ સાથે જોડાણ કરીને નવી સરકારની રચના કરી હતી અને તેમને વિક્રમી નવમી વખત બિહારના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં. ભાજપના સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાએ ડેપ્યુટી મુખ્યપ્રધાન તરીકે ​​બપોરે રાજભવનમાં નીતિશ કુમાર સાથે શપથ લીધા હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ (અગાઉ ટ્વિટર) નવ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. 72 વર્ષના નીતિશ કુમારે એક દાયકામાં પાંચમી વખતે ગુલાંટ મારી હતી. તેનાથી બિહારના રાજકારણમાં તેમને “પલ્ટુ કુમાર” કહેવામાં આવે છે. નીતિશ કુમારે છેલ્લીવાર 2022માં ભાજપ સાથે જોડાણ કર્યું હતું.

ભાજપના વડપણ હેઠળના એનડીએ ગઠબંધનમાં જોડાતી વખતે તેમણે વિપક્ષી ગઠબંધન પ્રત્યેની તેમની નિરાશાને ટાંકીને કહ્યું હતું કે તેમણે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનની રચના કરી હતી, પરંતુ બીજા વિપક્ષ એકજૂથ થઈ શક્યા ન હતા.

આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આ એક મોટી રાજકીય જીત છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળનું ઇન્ડિયા ગઠબંધન વિખવાદમાં ફસાયું છે.

LEAVE A REPLY