ભ્રષ્ટાચારીઓને બચાવવા રાજકારણમાં ધ્રુવીકરણ થઈ રહ્યું હોવાના વડાપ્રધાનના આક્ષેપનો નીતિશ કુમારે વળતો જવાબ આપ્યો છે અને યાદ અપાવ્યું હતું કે કેન્દ્રમાં તેમણે અટલ બિહારી વાજપેયી હેઠળની કામ કર્યું હતું. વાજપેયીએ તમામ લોકોનો ખ્યાલ રાખ્યો હતો.
ગયા મહિને ભાજપ સાથે જોડાણને તોડ્યા પછી નીતિશકુમારીની રાષ્ટ્રીય ભૂમિકાની અટકળો થઈ રહી છે. જોકે તેમણે ફરીએકવાર પોતે વડાપ્રધાન પદની રેસમાં હોવાનો ઇનકાર કર્યો હતો. જેડીયુના હેડક્વાર્ટર ખાતે પત્રકારોના આ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે છોડીએ એ સબ બાતે. જોકે પાર્ટીના હેડક્વાર્ટરમાં મોટા પોસ્ટર્સ મૂકવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે પ્રદેશમાં દેખા, દેશ મે દેખેગા.
કેરળમાં મોદીની આ ટીપ્પણી 2024માં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકે છે તેવા પ્રશ્નના જવાબમાં નીતિશે જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન છે, કોઇપણ જગ્યાએ જઈ શકે છે. પરંતુ તમે કરેળની રાજકીય સ્થિતિ જાણતા નથી. અહીં ઉલ્લેખનીય છે કે કેરળમાં ભાજપનો ભાગ્યે જ કોઇ પ્રભાવ છે.
તેલંગણાના સીએમ કે ચંદ્રશેકર રાવ સાથેની નીતિશકુમારની બેઠક બાદ મોદીએ આ ટીપ્પણી કરી હતી. આ અંગે બિહારના સીએમએ જણાવ્યું હતું કે મને સન્માનીય અટલબિહારી વાજપેયી હેઠળ કામ કરવાની તક મળી છે. હવે કેન્દ્રમાં સાશન કરતાં લોકો શું કહે છે તેની મને કોઇ પરવા નથી.
ભ્રષ્ટાચાર સામેની કેન્દ્રની કાર્યવાહીથી વિપક્ષો એકઠા થઈ રહ્યા હોવાના મોદીના દાવાને ફગાવી દેતા નીતિશકુમારે જણાવ્યું હતું કે ભાજપમાં હાલમાં રાજ્યોમાં એવા પક્ષો સાથે જોડાણ કર્યું છે કે જેના પર અગાઉ ગેરરીતિના આક્ષેપો કર્યા હતા.