2019 સુધી ઇસ્ટએન્ડર્સમાં પોસ્ટમેન મસૂદ અહેમદની ભૂમિકા ભજવનાર નીતિન ગણાત્રા સ્કાય આર્ટ્સના પોર્ટ્રેટ આર્ટિસ્ટ ઓફ ધ યર સેલિબ્રિટીઝ – કિડ્સ સ્પેશિયલનો ભાગ બનનાર છે. જે એક્સેસ ઓલ આર્ટસ વીકને ચિહ્નિત કરવા માટે 21 જૂને રાત્રે 8 વાગ્યે જે પ્રસારિત કરાશે.

સ્ટીફન મંગન અને જોન બેકવેલ દ્વારા પ્રસ્તુત આ સ્પેશિયલમાં છ સેલિબ્રિટી કલાકારો ત્રણ પ્રખ્યાત સિટર્સના પોટ્રેટ બનાવશે. આ ખ્યાતનામ કલાકારોમાં નીતિન ગણાત્રા, અનિતા મંગન (ઇલસ્ટ્રેટર), લોરેન્સ લેવેલીન-બોવેન (ઇન્ટરીયર ડિઝાઇનર/ટેલિવિઝન વ્યક્તિત્વ), ટોયાહ વિલકોક્સ (સંગીતકાર), લેઈ ફ્રાન્સિસ ઉર્ફે કીથ લેમન (કોમેડીયન), અને જેમ્મા કેર્ની (ટેલિવિઝન પ્રેઝન્ટર)નો સમાવેશ થાય છે. તેમની સાથે કોની હક (ટેલિવિઝન પ્રેઝન્ટર), લી રીડલી ઉર્ફે લોસ્ટ વોઈસ ગાય (કોમેડીયન) અને ચિનેકેના ચી-ચી ન્વાનોકુ, આઇકોનિક સિટરની સીટમાં તેમની સાથે જોડાનાર છે!

નીતિને કહ્યું હતું કે “આ અનુભવ તણાવપૂર્ણ અને આનંદદાયક બંને હતો. મેં વર્ષોથી આ શો જોયો છે, મને નહોતું કે હું ખરેખર એક દિવસ તેમાં આવીશ. મેં આખો દિવસ સખત મહેનત કરી હતી. જ્યારે બધા લંચ પર ગયા, ત્યારે મેં મારા વર્કસ્ટેશન પર ખાધું હતું અને પેઇન્ટિંગ ચાલુ રાખ્યું હતું. મેં મારા આઈપેડ પરથી લીધેલા ફોટામાંથી કામ કરીને લોસ્ટ વોઈસ ગાયની ખૂબ સારી ઉપમા કરી છે. મેં તેની સ્મિત અને ચમકતી આંખોને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. એક જજે કહ્યું હતું કે તે તેમને ધ શાઈનિંગમાં જેક નિકોલ્સનની યાદ અપાવે છે….! મારે આ નવા સાહસ સાથે આરામદાયક થવું પડશે. પરંતુ મને લાગે છે કે લોસ્ટ વોઈસ ગાયની માતાને આ પેઈન્ટિંગ ગમી હતી તેથી મેં તેને ભેટ તરીકે આપી. મને આનંદ છે કે મને શોમાં આવવાનું કહેવામાં આવ્યું અને મેં જે હાંસલ કર્યું તેના પર મને ગર્વ છે.”

પોર્ટ્રેટ આર્ટિસ્ટ ઓફ ધ યરની 10મી શ્રેણી આ વર્ષના અંતમાં પ્રસારિત થશે.

LEAVE A REPLY