મોદી સરકારના સૌથી સ્પષ્ટ વકતા તરીકે જાણીતા બનેલા કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ વધુ એક વખત વિવાદ સર્જતા જણાવ્યું હતું કે, યોજનાઓ માટે નાણાની કોઈ અછત નથી. પરંતુ સરકારમાં નિર્ણય લેવાની હિમ્મત નથી. ગડકરીએ સરકારની કાર્યક્ષમતા સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેઓએ યોજનાઓ પર કામ નહી થતુ હોવા માટે સરકારની માનસિકતા અને નકારાત્મક અભિગમને જવાબદાર ગણાવ્યા હતા.
તમો નાગપુરમાં વિશ્વેશ્વરૈયા- ટેકનીકલ ઈન્સ્ટીટયુટના એક સમારોહને સંબોધન કરતા હતા. મોદી સરકારમાં માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી તરીકે કામ કરી રહેલા ગડકરીએ તેમના લક્ષણો પર સંકેત આપતા કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં તેમના મંત્રાલયે રૂા.17 લાખ કરોડના કામ કરાવ્યા છે અને આ વર્ષે રૂા.5 લાખ કરોડના કામો પુરા કરવાનો લક્ષ્યાંક છે.
તેઓએ ફરી પોતાના વિચારોને રજુ કરતા કહ્યું કે, હું વાસ્તવિકતા જણાયુ છે. નાણાની કોઈ કમી નથી પણ સરકારમાં કામ કરવાવાળાની માનસિકતાનો પ્રશ્ન છે જે નેગેટીવ અભિગમ ધરાવે છે. સરકારમાં નિર્ણય લેવાની જે હિમ્મત હોવી જોઈએ તે નથી. તેઓએ દ્રષ્ટાંત આપતા કહ્યું કે, બે દિવસ પુર્વે જ એક સર્વોચ્ચ ફોરમની બેઠક યોજાઈ હતી. તે સમયે અધિકારીઓ દરેક યોજનામાં શરૂ કરશું. શરૂ કરશું તેવી વાતો કરતા હતા. તો એ કહ્યું કે શું શરૂ કરશો? શા માટે શરૂ કરશો? જો શરૂ કરવાની તાકાત હોત તો તેમાં અહી અધિકારી બનીને નોકરી શા માટે કરતા હોત!
ગડકરી અગાઉ પણ મોદી સરકારની કામગીરી મુદે ટીકા કરી ચૂકયા છે અને આ ટીકા એ સમગ્ર સરકારની જે છબી બતાવાઈ છે તેની સામે પ્રશ્નો ઉઠાવીને ભાજપમાં એક નવો બોમ્બ નાખ્યો છે. અને હવે ભાજપમાં કેવા પ્રતિભાવ આવે છે તેના પર સૌની નજર છે. જો કે ગડકરી આ વાત આ મુદે તેઓ અધિકારીઓની માનસિકતા અંગે કહી રહ્યા હતા તેઓ બચાવ કરી શકે છે.