Nita Ambani launched 'The Her Circle Everybody' project
(ANI Photo)

આંતરરાષ્ટ્રીય મહિલા દિને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા એમ અંબાણીએ તમામ પ્રકારના શારીરિક ભેદભાવ અને અસમાનતાને ભૂલીને હકારાત્મકતાનો સંદેશ ફેલાવવા ‘હર સર્કલ એવરીબોડી’ પ્રોજેક્ટ લોંચ કર્યો હતો. બોડી પોઝિટીવિટીની ઉજવણી કરવા તથા કોઈ પણ વ્યક્તિનું કદ, ઉંમર, રંગ, ધર્મ, અથવા શારીરિકતાને ધ્યાનમાં લીધા વિના બધાની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા ‘ધ હર સર્કલ એવરીબોડી’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

નીતા અંબાણી દ્વારા વર્ષ 2021માં મહિલાઓ માટે સુરક્ષિત, સર્વસમાવેશક, વિકાસલક્ષી ડિજિટલ વિશ્વ તૈયાર કરવા માટે હર સર્કલની સ્થાપના કરવામાં આવી હતી. તેની બીજી વર્ષગાંઠ નિમિત્તે પ્લેટફોર્મ 310 મિલિયનની પહોંચ સાથે મહિલાઓ માટે ભારતનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ બની ગયું છે.

ધ હર સર્કલ એવરીબોડી પ્રોજેક્ટનો હેતુ સોશિયલ મીડિયાની દુનિયામાં મહિલાઓની વાસ્તવિક જીવનની વાર્તાઓ અને ટૂંકી ફિલ્મો દ્વારા શરીરના કદ વૈવિધ્ય અને દેખાવ પ્રત્યેની સભાનતાને પ્રોત્સાહન આપવાનો છે. નીતા અંબાણીએ હર સર્કલના વપરાશકર્તાઓને વિશેષ સંદેશ સાથે અભિનંદન પાઠવ્યા હતાં.  હર સર્કલ ડેસ્કટોપ અને મોબાઇલ-રિસ્પોન્સિવ વેબસાઇટ છે અને તે ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસ એપ સ્ટોર પર મફત એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે.

LEAVE A REPLY