મોદી સરકાર 2.0નું બીજું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ ચૂક્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ આ બજેટને રોજગાર વધારનારું ગણાવ્યું. જોકે, તેઓએ પોતાના બજેટ ભાષણમાં એવું નથી જણાવ્યું કે કેવી રીતે અને કેટલી રોજગારી આપવામાં આવશે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બજેટને લઈ નાણા મંત્રી પર નિશાન પણ સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, નિર્મલા સીતારમણનું ભાષણ તો લાંબું હતું, પરંતુ બોલ્યા કંઈ નહીં. બજેટમાં યુવાઓ માટે કંઈ નથી. હવે નિર્મલા સીતારમણએ એક ઇન્ટરવ્યૂમાં તેનો જવાબ આપ્યો છે.
એક ઇન્ટરવ્યૂમાં નાણા મંત્રીએ બજેટ પર પોતાનો વાતો રજૂ કરી. બજેટમાં રોજગારી વધારવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ સ્પષ્ટ આંકડા કેમ નથી આપવામાં આવ્યા? આ સવાલના જવાબમાં નાણા મંત્રીએ કહ્યું કે, એ સાચું છે કે રોજગારીનો કોઈ આંકડો નથી આપવામાં આવ્યો. તમે જે આંકડા માંગી રહ્યા છો તે આજે જણાવવો કઠિન છે.
માની લો કે આજે હું આંકડો બોલું છું- એક કરોડ. પછી 15 મહિના બાદ રાહુલ ગાંધી પૂછશે કે તમે એક કરોડ નોકરીઓનું કહ્યું હતું- શું થયું? નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, જોકે હું આજે એક આંકડો આપી શકું છું. તેમ છતાંય ત્રણ-ચાર મહિનામાં સ્થિતિના આકલન બાદ કોઈ આંકડો જણાવવા માંગીશે. પછી તેના બે-ત્રણ મહિના બાદ વધુ આંકડા જણાવવાની સ્થિતિમાં હોઈશ. આ બધું એક પ્રોસેસનો મામલો છે.