નાણાકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ રજુ થઇ ગયું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ બીજું બજેટ છે જેને નાણામંત્રી નિર્મલા સીતારામન રજુ કરશે. આર્થિક સ્તર પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભારતનું અર્થતંત્ર માટે નાણામંત્રીની પોટલીમાંથી શું શું નીકળશે તે હવે એક પછી એક ખબર પડશે પરંતુ બજેટ પહેલા રજુ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં નાણાંકીય વર્ષ 2020-21 માટે GDP ગ્રોથ 6-6.5% ટકા રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
ઉચ્ચ શિક્ષણને શ્રેષ્ઠ બનાવવા માટે સરકાર કામ કરી રહી છે, દુનિયાના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવા માટે સુવિધાઓ આપવામાં આવશે, ભારતના વિદ્યાર્થીઓને પણ એશિયા, આફ્રિકાના દેશોમાં મોકલવામાં આવશે, રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન યુનિવર્સિટી બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે. ડૉક્ટરો માટે એક બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જેથી પ્રેક્ટિસ કરનારા ડૉક્ટરોને પ્રોફેશનલ વાતો વિશે શીખવાડી શકાય.
સ્વાસ્થ્ય યોજનાઓને 70 હજાર કરોડ ફૂટ ઈન્ડિયાની મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોટુ એક્શન લઈ રહી છે. આયુષ્યમાન ભારત યોજનામાં હોસ્પિટલની સંખ્યાને વધારવામાં આવશે, જેથી T-2, T-3 શહેરોમાં મદદ પહોંચાડી શકાય.આ માટે પીપીપી મૉડલની મદદ લેવામાં આવશે. જેમાં બે ફેઝમાં હોસ્પિટલને જોડવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા ઈન્દ્રધનુષ મિશનનો વિસ્તાર કરાશે.
ખેડૂતો માટે મોટુ એલાન, બજેટમાં રજૂ કરાયુ 16 સૂત્રીય ફૉર્મ્યૂલા, પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ કરોડો ખેડૂતોને ફાયદો થયો, સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બેગણી કરવાનો છે, ખેડૂતોના બજારને ખોલવાની જરૂર છે જેથી તેમની આવક વધારી શકાય, અમારી સરકાર 16 સૂત્રીય ફૉર્મ્યૂલાનું એલાન કરે છે જેનાથી ખેડૂતોને ફાયદો પહોંચી શકે છે, આ બજેટમાં ત્રણ મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યુ છે, આશાનું ભારત, ઈકોનૉમિક ડેવલેપમેન્ટ અને કેરિંગ સમાજ
મૉર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકાર લાગુ કરાવવુ,100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવવામાં આવશે જેથી ખેડૂતોને પાણીની તકલીફ ના પડે.
પ્રધાનમંત્રી કુસૂમ સ્કીમથી ખેડૂતોના પંપને સોલાર પંપ સાથે જોડવામાં આવશે, 20 લાખ ખેડૂતોને યોજના સાથે જોડવામાં આવશે. આ સિવાય 15 લાખ ખેડૂતોને ગ્રિડ પંપને પણ સોલાર સાથે જોડવામાં આવશે ફર્ટિલાઈઝરનું બેલેન્સ ઉપયોગ કરવુ જેથી ખેડૂતોને પાકમાં ફર્ટિલાઈઝરના ઉપયોગની જાણકારી વધારવામાં આવી શકે, દેશમાં હાજર વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ પોતાના અંડરમાં લેવુ અને નવી રીતે આને ડેવલપ કરવામાં આવશે. દેશમાં વધુ વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે.
આ માટે PPP મૉડલ અપનાવવામાં આવશે. મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજનાનું એલાન કર્યુ, જે અંતર્ગત બીજ સાથે જોડાયેલી યોજનાઓમાં મહિલાઓને મુખ્યરીતે જોડવામાં આવશે, કૃષિ ઉડાન યોજનાને શરૂ કરવામાં આવશે. ઈન્ટરનેશન, નેશનલ રૂટ પર આ યોજનાને શરૂ કરવામાં આવશે, દૂધ, માંસ, માછલી સહિત ખરાબ થનારી યોજનાઓ માટે ટ્રેન પણ ચલાવવામાં આવશે, ખેડૂતો અનુસાર એક જિલ્લો, એક પ્રોડક્ટ પર ફોકસ કરવામાં આવશે, જૈવિક ખેતી દ્વારા ઑનલાઈન માર્કેટને વધારવામાં આવશે,
ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજનાને 2021 માટે વધારવામાં આવશે, દૂધના પ્રૉડક્શનને બેગણુ કરવા માટે સરકાર તરફથી યોજના ચલાવવામાં આવશે, મનરેગાની અંદર ચારાગારને જોડવામાં આવશે, બ્લુ ઈકૉનોમી દ્વારા માછલી પાલનને પ્રોત્સાહન આપવામાં આવશે, ફિશ પ્રોસેસિંગને પ્રોત્સાહન અપાશે, ખેડૂતોને અપાતી મદદને દીન દયાળ યોજના હેઠળ વધારવામાં આવશે. નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા ટર્મનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યુ. લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારને બહુમતી મળી, 2019ના ચૂંટણી પરિણામ અમારી નીતિઓ પર મળેલો જનાદેશ છે. લોકોએ અમારી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બજેટ દેશની આકાંક્ષાઓનું બજેટ છે.