દિલ્હીમાં વર્ષ 2012ના બહુચર્ચિત ગેંગરેપ કેસના મુખ્ય 4 દોષિઓને ફાંસીની સજાની જાહેરાત કોર્ટે કરી છે. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારે દોષિઓ માટે આજે સજાની તારીખ નક્કી કરી દીધી છે. કોર્ટે ચારે આરોપીને 22 જાન્યુઆરી સવારે સાત વાગ્યે ફાંસી આપવાની તારીખ નક્કી કરી છે. આ પહેલા કોર્ટે દોષિઓની ડેથ વોરંટ પર સુનાવણીને 7 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. આ પહેલા નિર્ભયા ગેંગરેપ મામલામાં ફાંસીની સજા મેળવનારા ચારે દોષિઓમાંથી એક દોષિના પિતાએ ફાંસીની સજા ટાળવાની કોશિસ કરી હતી, જે સોમવારે બેકાર થઈ ગઈ હતી.
પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસના એકમાત્ર સાક્ષી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અરજી ફગાવી દીધી હતી. નિર્ભયાના દોષી પવન ગુપ્તાએ રપટિયાલા હાઉસ કોર્ટમાં કેસના એકમાત્ર સાક્ષી અવનીદ્ર પાંડે વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. અરજીમાં દોષી પવને નિર્ભયાના મિત્ર પર આરોપ લગાવ્યો હતો કે, તેણે પૈસા લઈ ગવાહી આપી છે. જેથી તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી જોઈએ. જોકે, કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.
દોષિ પવન કુમાર ગુપ્તાની આ અરજી દિલ્હી હાઈકોર્ટમાં પહેલા જ ફગાવી દેવામાં આવી છે. અભિયોજન પક્ષના વકિલ રાજીવ મોહનનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ પાસે દયા અરજી લંબિત હોવા અને ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટમાં દાખલ ન હોવા છતા કોર્ટાં ડેથ વોરંટ જાહેર કરવામાં આવી શકે છે. એ અલગ વાત છે કે, ડેથ વોરંટ પર સુપ્રીમ કોર્ટ ક્યૂરેટિવ પિટીશનના આધાર પર રોક લગાવી શકે છે, પરંતુ આનાથી ફાંસીની પ્રક્રિયા આગળ વધશે.