REUTERS/Mohammed Salem

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સોમવારે નવ અમેરિકન નાગરિકો માર્યા ગયા હતાં. અમેરિકાએ તેના નાગરિકોના મોતને પુષ્ટિ આપી હતી. અમેરિકાના કેટલાંક નાગરિકોને હમાસના આતંકીઓ બંધક બનાવ્યા હોવાની પણ આશંકા છે. 

સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કેહાલના સમયે અમે નવ યુએસ નાગરિકોના મોતની પુષ્ટિ કરી શકીએ છીએ. બીજા કેટલાંક અમેરિકન નાગરિકો પણ ઇઝરાયેલ છેઅમે તેમના ઠેકાણા નક્કી કરવા ઇઝરાયેલ સાથે કામગીરી કરી રહ્યાં છે. મિલરે ઉમેર્યું હતું કે અમેરિકાના અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી દેખરેખ રાખી રહ્યાં છે. અમે અમારા ઇઝરાયેલી ભાગીદારો અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. આ યુદ્ધમાં થાઈલેન્ડનેપાળયુક્રેનફ્રાન્સ,   બ્રિટનકેનેડા અને કંબોડિયાના પીડિતો સહિત ડઝનેક વિદેશીઓના મોત થયા છે.  

LEAVE A REPLY