આતંકવાદી જૂથોને ટેકો આપતા ઓછામાં ઓછા નવ અલગતાવાદી સંગઠનોએ કેનેડામાં સક્રિય છે ભારતે આતંકી પ્રવૃત્તિઓમાં સંડોયાવેલા આઠ આતંકીઓ અને ગેંગસ્ટરો સામે દેશનિકાલ માટેની સંખ્યાબંધ વિનંતીઓ કરી છે, પરંતુ કેનેડાએ કોઇ પગલાં લીધા નથી. લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિતના જઘન્ય ગુનાઓમાં સામેલ લોકો સામે પણ કેનેડાએ કોઈ પગલાં લીધા નથી.
ભારતના અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન (WSO), ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF), શીખ ફોર જસ્ટિસ (SFJ) અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) જેવા ખાલિસ્તાન તરફી સંગઠનો કેનેડાની ધરતી પર મુક્તપણે કામ કરી રહ્યા છે. આ સંગઠનો પાકિસ્તાનના ઇશારે પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યાં છે.
ભારતીય સત્તાવાળાઓએ અનેક રાજદ્વારી અને સુરક્ષા વાટાઘાટોમાં વોન્ટેડ આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના દેશનિકાલનો મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ કેનેડિયન સત્તાવાળાઓ આ આતંકવાદી તત્વો અંગે કોઇ પ્રતિબદ્ધતા આપી નથી અને આવા તત્વોનું ખુલ્લું સમર્થન કરે છે. ભારતે સંખ્યાબંધ ડોઝિયર્સ આપ્યા છે અને દેશનિકાલ વિનંતીઓ કરી છે, પરંતુ કેનેડાએ તેના પર કોઇ ધ્યાન આપ્યું નથી. આતંકવાદી જૂથોને ટેકો આપતા ઓછામાં ઓછા નવ અલગતાવાદી સંગઠનોને કેનેડામાં તેમના પાયા મળ્યા છે.
1990ના દાયકાની શરૂઆતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ ગુરવંત સિંહ, 16 ફોજદારી કેસમાં વોન્ટેડ અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લા, પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાની જવાબદારી લેનાર સતીન્દરજીત સિંહ બ્રાર ઉર્ફે ગોલ્ડી બ્રાર સહિતના આરોપીને દેશનિકાલ કરવાની ભારતે વિનંતી કરી છે. આમ છતાં અલગતાવાદી સંગઠન ખુલ્લેઆમ હત્યાની ધમકીઓ આપી રહ્યાં છે અલગતાવાદીઓના એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યાં છે અને ભારતમાં ટાર્ગેટ કિલિંગ કરી રહ્યાં છે.