(Photo by Dia Dipasupil/Getty Images)

ભારતીય અમેરિકન રીપબ્લિકન પ્રેસિડેન્સિયલ ઉમેદવાર નિક્કી હેલીએ ગયા સપ્તાહે નવું સ્લોગન એટલે કે સૂત્ર “મેક અમેરિકા નોર્મલ અગેઈન” રજૂ કર્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ સાઉથ કેરોલાઈના પ્રાઇમરીમાં જીઓપી તરીકે તેનું અભિયાન મહત્વના તબક્કામાં પહોંચી ગયું છે.

હેલીએ તેના હોમ સ્ટેટ સાઉથ કેરોલાઈનામાં તેમના નવા આક્રમક પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે અમારા અભિયાનના સમર્થનમાં સમગ્ર દેશમાંથી કેટલીય નોટ્સ અને ઇ-મેઇલ આવી રહ્યા છે, આ લોકો અમેરિકાને ફરીથી નોર્મલ બનતું જોવા ઇચ્છે છે. તેઓ જાણે છે કે 80 વર્ષના બે વૃદ્ધ અમેરિકનની તુલનાએ અમે સારુ કામગીરી કરવા સમર્થ છીએ. અમે અમેરિકનોની આકાંક્ષા સારી રીતે જાણીએ છીએ. તમે ગૌરવવંતા રહો તે માટે હું રોજેરોજ સંઘર્ષ કરી રહી છું.

સાઉથ કેરોલાઈનાની બે વખતની ગવર્નર 51 વર્ષની હેલી તેના હોમ સ્ટેટમાં પણ ભૂતૂપર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં 30 પોઇન્ટ પાછળ છે. સાઉથ કેરોલાઈનામાં 23 ફેબ્રુઆરીએ રીપબ્લિકન પ્રેસિડેન્ટ પ્રાઇમરી શીડ્યુલ 23 ફેબ્રુઆરીએ યોજાશે. હેલીને વિશ્વાસ છે કે તે સાઉથ કેરોલાઈના પ્રાઇમરીમાં મજબૂત દેખાવ કરશે અને માર્ચમાં શરૂ થનારા સુપર ટ્યુઝડે તરફ આગળ વધશે.

કેલિફોર્નિયાથી ઉત્તર કેરોલાઈના સુધી, દાદીમાથી લઈને યુવાન માતાપિતા સુધી, આ અમેરિકનો જો બાઇડેન અને ડોનાલ્ડ ટ્રમ્પની અનંત અરાજકતા અને મૂંઝવણથી કંટાળી ગયા છે. તેઓ અન્ય ટ્રમ્પ-બાઇડેન રીમેચ ઇચ્છતા નથી. તેઓ એવા નેતા ઇચ્છે છે જે અમેરિકન લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે, તેમની પોતાની ક્ષુદ્રતા પર નહીં,” તેના અભિયાને ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તેણે દેશના વિવિધ ભાગોમાંથી મોટાભાગે તેના પર લખવામાં આવેલા હસ્તલિખિત પત્રોનો સમૂહ બહાર પાડ્યો હતો.

LEAVE A REPLY