(PTI Photo)
રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં ઇન્ડિયન-અમેરિકન રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ પ્રમુખપદની ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર તરીકે તેમના ભૂતપૂર્વ બોસ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું. પ્રેસિડેન્શિયલ પ્રાયમરીમાં એકબીજાની તીવ્ર સ્પર્ધા પછી હેલીએ પક્ષમાં એકતાનો પણ સંદેશ આપ્યો હતો.
52 વર્ષીય હેલીએ 2024ના રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટે 78 વર્ષીય ટ્રમ્પને પડકાર્યા હતાં, પરંતુ સફળતા મળી ન હતી. પરંતુ ગયા અઠવાડિયે તેમણે તેમના 97 ડેલિગેટ્સને રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં ટ્રમ્પને મત આપવા સૂચના આપી હતી.
રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં સંબોધન કરતાં હેલીએ જણાવ્યું હતું કે “હું શરૂઆતમાં જ સ્પષ્ટ કરવા માગું છું કે ડોનાલ્ડ ટ્રમ્પને મારું મજબૂત સમર્થન છે. નિક્કી હેલીના સંબોધન વખતે ટ્રમ્પ કન્વેન્શન સેન્ટરમાં હાજર હતાં. ટ્રમ્પ અને તેમના રનિંગ મેટ સેનેટર જેડી વેન્સે હેલીને  સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

LEAVE A REPLY